૯૦ નાં દાયકાની ગ્લેમર ગર્લ Raveena Tandon હવે સલમાન ખાનની માતાનો રોલ પ્લે કરવાની છે. જો કે, Raveena Tandon ની કાસ્ટિંગ સલમાન ખાનની માતા તરીકે કેટલાક લોકોને પસંદ આવશે નહિ પરંતુ એનીમેશન ફિલ્મ ‘હનુમાન દા દમદાર’ માં કાસ્ટિંગ ખરાબ લાગશે નહિ. હકીકતમાં આ અનીમેશન ફિલ્મમાં હનુમાનની માતાનાં રોલમાં રવિના છે. આ ફિલ્મમાં સલમાન ખાન હનુમાન માટે અવાજ આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, હનુમાન જયંતીનાં આ શુભ અવસર પર અનિમેશન ફિલ્મ ‘હનુમાન દા દમદાર’ નું મોશન પોસ્ટર રિલીઝ થયું હતું. ખાસ વાત એ છે કે, એનીમેશન ફિલ્મ ‘હનુમાન દા દમદાર’ માં હનુમાન બીજું કોઈ નહિ પરંતુ ખુદ બજરંગી ભાઈજાન સલમાન ખાન છે. સલમાન ખાને આ પોસ્ટર ટ્વીટર પર રિલીઝ કરતા લખ્યું હતું કે, આ સમર હશે વધારે દમદાર, જુઓ મોશન પોસ્ટર ઓફ હનુમાન દા દમદાર હનુમાન જયંતીનાં દિવસે.
‘હનુમાન દા દમદાર’ ને રુચિ નારાયણે લખી છે. રુચિ તેની પહેલા ‘હજારો ખ્વાહિશે એસી’ ની સ્ટોરી પણ લખી ચૂકી છે. એનીમેશન ફિલ્મ હનુમાન દા દમદારમાં ભગવાન હનુમાનની સ્ટોરી બતાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં હનુમાન સિવાય ભગવાન રામ પણ હશે. ફિલ્મની સ્ટોરીમાં શરૂઆતમાં એવું બતાવવામાં આવશે કે હનુમાન ભગવાન રામને ક્યારે અને કેવી રીતે મળે છે. આ સિવાય ફિલ્મની સ્ટોરી તેના પર આધારિત છે.
ફિલ્મને સલમાન ખાનનો અવાજ અને હનુમાનનું પાત્ર વધારે દમદાર બનાવશે. જે લોકોને અને ખાસ કરીને બાળકોને આ ફિલ્મ જોવા માટે ઉત્સુકતા વધારી દેશે. આ ફિલ્મ ૧૯ મેનાં રોજ રિલીઝ થશે. તો બીજી તરફ સલમાન ખાનની વાત કરીએ તો સલમાન આજકાલ તેમની અપકમિંગ ફિલ્મ ‘ટાઈગર જિંદા હે’ નાં શૂટિંગમાં ઘણા વ્યસ્ત છે. આ ફિલ્મમાં સલમાન કેટરીના કેફની સાથે નજર આવશે.