Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ખીચડી સરકાર માટે મતો નહીં આપવા મોદીએ કરેલી અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પણ ઝંઝાવતી ચુંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. વિપક્ષ ઉપર પ્રહાર કરતા મોદીએ આજે બંગાળ અને ઉત્તરપ્રદેશમાં પોતાની સરકારની સિદ્ધિઓની પણ વાત કરી હતી. ઉત્તરપ્રદેશના આઝમગઢમાં મોદીએ ખીચડી સરકાર માટે મત ન આપવા મતદારોને અપીલ કરી હતી. સાથે સાથે ખીચડી સરકારથી સાવધાન રહેવા માટે પણ કહ્યું હતું. ચુંટણી રેલીને સંબોધતા મોદીએ આ મુજબની વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે વિપક્ષી ગઠબંધન માટે મતદાન કરવાની બાબત ખતરાથી ખાલી નથી. મહાગઠબંધન માત્ર અંધાધૂંધીનું નેતૃત્વ કરી શકે છે. દેશને બિનસુરક્ષિત બનાવી શકે છે. અસ્થિરતા લાવી શકે છે. આજમગઢ આતંકવાદના પર્યાયવાચી તરીકે છે. જોકે ૨૦૧૪ બાદથી સ્થિતિ બદલાઈ ગઈ છે. ભાજપના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર આવ્યા બા આજમગઢમાં સ્થિતિ બદલાઈ ગઈ છે. અગાઉ તમામ આતંકવાદી પ્રવૃત્તિઓના કનેકશન આજમગઢમાં નિકળતા હતા પરંતુ ૨૦૧૪ બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે. તમામ લોકો આ બાબતને જોઈ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ૨૦૧૪ બાદ કોઈપણ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા નથી. ૨૦૧૪ બાદ અગાઉના વર્ષોમાં થતા વારંવારની બોમ્બ બ્લાસ્ટની સ્થિતિ ખતમ થઈ છે. આતંકવાદી ગતિવિધિ હવે જમ્મુ-કાશ્મીર સુધઈ મર્યાદિત રહી ગઈ છે કારણ કે અમારી સરકારે માત્ર રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકા આપી છે. અમે પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદીઓને મારી રહ્યા છીએ. મોદીએ ઉપસ્થિત લોકોને સંબોધતા આકરા પ્રહાર કર્યા હતા. વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે લોકો ગઠબંધન સરકારોએ કઈ રીતે ભૂતકાળમાં ભ્રષ્ટાચાર કર્યા હતા તે જોઈ શક્યા છીએ. ટુજી કૌભાંડ અને અન્ય કૌભાંડોને લોકો હજુ ભુલ્યા નથી. બીજી બાજુ બંગાળમાં પણ મોદીએ ઝંઝાવતી પ્રચારનો દોર જારી રહ્યો હતો. મા, માઠી અને માનુસ મારફતે મમતા પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે મમતા બેનર્જીએ લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. આજે બંગાળની શું સ્થિતિ છે તે તમામ લોકો જોઈ રહ્યા છે. મમતા બેનર્જીના આક્ષેપોના સંદર્ભમાં મોદીએ કહ્યું હતું કે ચીટ ફંડના નામ ઉપર ગરીબોની કમાણી લૂંટી લેવામાં આવી હતી. લોકો ભારે ભયભિત રહ્યા છે. ચુંટણી રેલી મારફતે પોતાની યોજનાઓને પણ લોકોની સમક્ષ રજુ કરી હતી. માફિયાઓની સરકાર અગાઉના ગાળામાં રહી ચુકી છે. ગરીબોની લાઈફમાં સુધારો થાય તે દિશામાં પહેલ કરવામાં આવી રહી છે. રાંધણગેસના કનેકશન લોકોને મળી રહ્યા છે. લોકોને વીજળી મળી રહી છે. શૌચાલયોની સુવિધા અપાઈ રહી છે. રોડ, રેલ અને વિમાની યાત્રા મારફતે કનેક્ટીવીટી પર ભાર મુકવામાં આવ્યો છે.

Related posts

PM मोदी बोले – देश के बैंक का पैसा किसानों के काम आ रहे है

editor

લાલુ સહિત આઠ નેતાઓની સુરક્ષા ઘટાડી દેવાઇ

aapnugujarat

विधानसभा में हार का लोकसभा पर कोई असर नहीं : अमित शाह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1