Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકામાં વિમાનમાં ટિકિટની જગ્યાએ ચહેરા-ફિંગરપ્રિન્ટનો ઉપયોગ

વિમાનમાં ટિકિટની જગ્યાએ ચહેરા અને ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવાની હિલચાલ ટૂંકમાં જ શરૂ થઇ શકે છે. માત્ર ફિંગરપ્રિન્ટ સ્કેન કરવા પડે અને ચહેરા સ્કેન કરવા પડે જા આવી સુવિધા મળે તો ફાયદો થઇ શકે છે. આ દિશામાં પહેલ થઇ રહી છે. અમેરિકાની બે કંપનીઓએ ટિકિટ અને બો‹ડગ પાસની જગ્યાએ આ સિસ્ટમને અપનાવવા માટે ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ડેલ્ટા એરલાઈન્સે જાહેરાત કરી છે કે, તેના દ્વારા બાયોમેટ્રિક આઈડીટેફિકેશન પાયલોટ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આનાથી કેટલાક કલાકો પહેલા જ જેટબ્લૂ કંપનીએ પણ જાહેરાત કરી હતી કે, બોસ્ટનમાં આવા પ્રોગ્રામને લઇને ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલી રહી છે. જે યાત્રીઓના ચહેરાને લઇને ડેટા એકત્રિત કરી શકશે. ડેલ્ટાએ Âક્લયરની સાથે મળીને વોશિંગ્ટનના રિગન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ પ્રોગ્રામની શરૂઆત કરી દીધી છે. આ પ્રોગ્રામમાં હિસ્સો લેનાર માટે યાત્રીના ડેલ્ટાના ફ્લાયર પ્રોગ્રામના મેમ્બર રહેવાની બાબત જરૂરી રહેશે. સાથે સાથે તેની પાસે Âક્લયરની પણ નોંધણી રહેશે. બીજી બાજુ ડેલ્ટાના પ્રોગ્રામમાં પ્રથમ તબક્કામાં ઇલિટટિયરના યાત્રીઓને લાઉન્ડમાં જવા માટે બો‹ડગ પાસની જગ્યાએ પોતાના ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી શકશે. બીજા તબક્કામાં બો‹ડગ પાસની જગ્યો પોતાના ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી શકશે. પ્રિવેશી પોલિસી મુજબ યુઝર્સના બાયોમેટ્રિક ઇન્ફોર્મેશનની જાળવણી માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. કંપનીના સર્વરથી આને દૂર કરવા માટે પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. એરલાઈન્સ દ્વારા એવી જાહેરાત પણ કરાઈ છે. કે, તે ચહેરાને ઓળખી શકે તેવી ટેકનિકનો ઉપયોગ બૈગ ડ્રોપ કરવામાં કરશે. આવનાર સમયમાં મિની એ પ્લસ સેન્ટપોલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આની શરૂઆત કરાશે.

Related posts

લંડનમાં ડોમિનોઝમાં સેક્સની કપલને સજા : વિડિયોની ચર્ચા

aapnugujarat

कोरोना को लेकर WHO का बड़ा बयान

editor

Fire break out in factory of China’s Zhejiang Province, 19 died

aapnugujarat

Leave a Comment

UA-96247877-1