એમ્પાવર્ડ કમિટિ ઓફ સેક્રેટરીએ આજે કેન્દ્રીય કેબિનેટ સમક્ષ ભથ્થાઓ અંગે તેનો અંતિમ અહેવાલ રજૂ કરી દીધો હતો. મિડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કેબિનેટ દ્વારા આગામી સપ્તાહ સુધી આ સંદર્ભમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે. એમ્પાવર્ડ કમિટિ ઓફ સેક્રેટરીએ કેકે માથુર પેનલની ભલામણોને ટેકો આપ્યો છે જેમાં આવાસ ભાડા ભથ્થાના રેટને ક્રમશઃ એક્સ, વાય, ઝેડ શહેર માટે મૂળ પગારના ૨૪ ટકા, ૧૬, અને ૮ ટકા રાખવાની વાત કરવામાં આવી છે. આવી જ રીતે એચઆરએનો રેટ જ્યારે ડીએનો આંકડો ૫૦ ટકાને પાર કરે ત્યારે ધ્યાનમાં લેવા માટે પણ કહેવામાં આવ્યું છે. જા કે, કર્મચારીઓ દ્વારા એચઆરએના પ્રવર્તમાન રેટને જાળવી રાખવાની માંગ કરવામાં આવી રહી હતી. ક્લાસ એક્સ,વાય,ઝેડ શહેરો માટે એચઆરએના પ્રવર્તમાન રેટ ક્રમશઃ ૩૦, ૨૦ અને ૧૦ ટકા મૂળ પગારના રહેલા છે. એપ્રિલ મહિનામાં કેન્દ્રિય કેબિનેટે પગાર અને પેન્શન અંગે ભલામણ ઉપર સાતમાં સેન્ટ્રલ પે કમિશનમાં સુધારા સાથે સંબંધિત દરખાસ્તોને લીલીઝંડી આપી હતી. આનાથી ૪૭ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ લાભ મેળવનાર છે. પે અને પેન્શન અંગે સીપીસીની ભલામણો કેબિનેટની મંજુરી સાથે અમલી બનાવવામાં આવી હતી. ભથ્થાઓ જુના રેટ મુજબ ચુકવવામાં આવી રહ્યા છે. સીપીસી દ્વારા ભલામણ કરવામાં આવી હતી કે, ૧૯૬ ભથ્થાઓ પૈકી બાવન ભથ્થાઓને નાબૂદ કરી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની હિલચાલને ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. એમ્પાવર્ડ કમિટિ ઓફ સેક્રેટરી દ્વારા ભથ્થાઓના સંદર્ભમાં અંતિમ અહેવાલ રજૂ કરવામાં આવી ચુક્યો છે. આગામી સપ્તાહ સુધી આ સંદર્ભમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. ખાસ કરીને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં આને લઇને ઇંતજાર છે. એમ્પાવર્ડ કમિટિ ઓફ સેક્રેટરી દ્વારા અંતિમ અહેવાલ રજૂ કરી દેવામાં આવ્યા બાદ હવે નિર્ણય ઉપર નજર છે.