Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

લાસ વેગાસથી મેક્સિકો જતું પ્રાઇવેટ જેટ ક્રેશ : ૧૩ના મોત

લાસ વેગાસથી આવતું એક પ્રાઇવેટ જેટ મેક્સિકોમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. રાહત અને બચાવ ટીમે સોમવારે તેનો કાટમાળ મેળવી લીધો છે. આ દુર્ઘટનામાં ૧૩ લોકોનાં મોતની આશંકા છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, બોમ્બાર્ડિયર ચેલેન્જર ૬૦૧ જેટ શનિવારે મોડીરાત્રે લાસ વેગાસથી મોન્ટેરી માટે ટેકઓફ થયું હતું. રવિવારે નોર્થ મેક્સિકોમાં કોએહિલા રાજ્યની પાસે તેનો એર ટ્રાફિક કંટ્રોલર્સ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. વિમાન રડારમાંથી ગાયબ થયા બાદ સર્ચ અને રેસ્ક્યૂ મિશન શરૂ કર્યુ હતું.
આ અગાઉ મેક્સિકન પરિવહન મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, હજુ સુધી એ પણ સ્પષ્ટ નથી કે કોઇ પણ યાત્રી બચ્યો છે કે નહીં. ફ્લાઇટ પ્લાનમાં જણાવવામાં આવ્યું છે કે, વિમાનમાં ૧૧ યાત્રી અને ક્રૂ મેમ્બર્સના સભ્યો સવાર હતા. મીડિયા રિપોટ્‌ર્સમાં અધિકારીઓએ સ્વીકાર્ય હતું કે, વિમાનમાં ક્રૂના બે સભ્યો હતા.

Related posts

બ્રિટનમાં લોકડાઉન પૂર્ણ થવાના આરે

editor

$12 billion approved by World Bank for Covid-19 treatment

editor

બ્રિક્સ મિટિંગમાં પાકિસ્તાનનાં ત્રાસવાદ પર ચર્ચા નહીં : ચીન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1