Aapnu Gujarat
મનોરંજન

શાહરૂખ સાથે ફિલ્મ કરવા માટે Deepika Padukone એ કર્યો ઇનકાર

શાહરૂખ ખાન અને Deepika Padukone નાં ફેંસ માટે એક બેડ ન્યૂઝ છે. આનંદ એલ રાયની આગામી ફિલ્મમાં શાહરૂખ અને Deepika Padukone ને તમે જોઈ શકશો નહિ. તેનું કારણ એવું જણાવવામાં આવી રહ્યું છે કે, ‘પદ્માવતી’ ની તારીખ સાથે આનંદ એલ રાયની ફિલ્મ કલેશ થવાની છે. બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને ‘તનુ વેડ્સ મનુ’ ફેમ ડિરેકટર આનંદ એલ રાયની આગામી ફિલ્મ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો જેમાં એક્ટર શાહરૂખ ખાન એક ઠીંગણાનાં રોલમાં નજર આવશે.

શાહરૂખ અને દીપિકાની જોડી ‘ઓમ શાંતિ ઓમ’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’ અને ‘હેપ્પી ન્યૂ યર’ માં સાથે જોવા મળી છે. દીપિકા પાદુકોણની ‘તનુ વેડ્સ મનુ’ ફેમ ડિરેકટર આનંદ એલ રાયની સાથે આ પ્રથમ ફિલ્મ હોત. શાહરૂખ ખાને તો તેમની અપકમિંગ ફિલ્મની તૈયારી અત્યારથી શરુ કરી દીધી છે.

જો કે, એવી ખબરો પણ સામે આવી રહી છે કે, દીપિકા પાદુકોણને આનંદ એલ રાયની આ ફિલ્મ કરવાની ઈચ્છુક હતી પરંતુ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતી’ નાં શૂટિંગમા વ્યસ્ત છે અને તેની સાથે બંને ફિલ્મોની તારીખ કલેશ થવાના કારણે દીપિકાએ આનંદ એલ રાયને નાં પાડી છે. શાહરૂખ ખાન બહુ જલ્દી આ ફિલ્મનું શૂટિંગ શરુ કરશે અને એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, શાહરૂખ ખાનની આ ફિલ્મ આગામી વર્ષે મોટા પડદા પર દસ્તક આપશે. ત્યાં સુધી શાહરૂખ ખાનના ફેંસને તેમનું નવું લૂક જોવા માટે રાહ જોવી પડશે.

Related posts

३ सितम्बर से शुरु होगी फिल्म केदारनाथ की शूटिंग

aapnugujarat

ઇરફાન અને દિપિકા નવી ફિલ્મમાં સાથે નજરે પડશે

aapnugujarat

અર્જુન-મલાઈકા માર્ચમાં પરણી જશે..?!!

aapnugujarat

Leave a Comment

URL