Aapnu Gujarat
મનોરંજન

હાલ સગર્ભા હોવાના હેવાલને એનિસ્ટને રદિયો આપ્યો

વિશ્વની સૌથી લોકપ્રિય સેલિબ્રિટીઓમાં સ્થાન ધરાવનાર સ્ટાર અભિનેત્રી જેનિફર એનિસ્ટને હવે એવા અહેવાલને રદિયો આપ્યો છે કે તે સગર્ભા છે. તેનુ કહેવુ છે કે મિડિયામાં છેલ્લા કેટલાક સમયથી પ્રકાશિત થઇ રહેલા અહેવાલ પાયાવગર છે. આ હેવાલનોમાં કોઇ વાÂસ્તકતા નથી. તેનુ કહેવુ છે કે મિડિયામાં સતત અહેવાલ આવ્યા બાદ તેને આખરે સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે. ફ્રેન્ડની સ્ટાર અભિનેત્રી જેનિફર એનિસ્ટનના થોડાક દિવસ પહેલા કેટલાક ફોટો પ્રકાશિત કરવામાંઆવ્યા હતા. તેના પતિ જસ્ટીન થેરોક્સની સાથે તેના કેટલાક ફોટો પાડી લેવામાં આવ્યા હતા. એ વખતે બન્ને વેકેશન માણી રહ્યા હતા. તે બહામાસમાં વેકેશન પર હતી ત્યારે ફોટોગ્રાફરો દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો હતો. એ વખતે કેટલાક ફોટો પાડવામાં આવ્યા હતા. જેમાં દર્શાવવામાં આવ્યુ હતુ કે તે હાલમાં સગર્ભા છે. જેનિફર એનિસ્ટને કબુલાત કરતા કહ્યુ છે કે મહિલા કોઇ પણ રીતે સંપૂર્ણ છે. તમામ હોલિવુડ ચાહકો સારી રીતે જાણે છે કે જેનિફર એનિસ્ટનના વિતેલા વર્ષોમાં કેટલાક ટોપના કલાકારો સાથે સંબંધ રહી ચુક્યા છે. જેમાં હોલિવુડ સ્ટાર બ્રાડ પીટનો સમાવેશ થાય છે. બ્રાડ પીટ સાથે તેના સંબંધોનો એ વખતે અંત આવ્યો હતો જ્યારે એન્જેલિના જાલી બ્રાડ પીટની લાઇફમાં આવી ગઇ હતી. જા કે આજે પણ બ્રાડ પીટ સાથે તેની મિત્રતા જાણીતી રહી છે. આ ઉપરાંત અન્ય પુરૂષો સાથે તેના સંબંધની પણ ભારે ચર્ચા રહી હતી. હાલમાં તેની પાસે કોઇ પ્રોજેક્ટ અથવા તો ટીવી સિરિયલ હાથમાં છે કે કેમ તે અંગે માહિતી આપવાનો જેનિફર એનિસ્ટને ઇન્કાર કર્યો છે. જા કે જેનિફર એનિસ્ટન આજે પણ સૌથી ટોપની સ્ટાર સેલિબ્રિટીમાં સ્થાન ધરાવે છે. તે મોટી ન્યુઝમેકર્સ તરીકે પણ રહી છે. તેના લાખો ચાહકો તેની નવી ફિલ્મની પણ રાહ જાઇ રહ્યા છે.

Related posts

કંગના પ્રિયંકાથી નારાજ !!

aapnugujarat

સલમાન ખાનનાં એનજીઓ ‘બીઈંગ હ્યુમન’ પર ગંભીર આરોપ

aapnugujarat

સલમાનનું ઘર બન્યું ‘કિલ્લો’, બાબા સિદ્દીકીની હત્યા બાદ મળી Y+ સુરક્ષા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1