સલામાન અને કેટરીના કેફ અભિનિત ફિલ્મ ટાઇગર જિન્દા હે ફિલ્મ ડિસેમ્બરમાં રજૂ કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. ફિલ્મને લઇને ચાહકો ભારે ઉત્સુક છે. હાલમાં અંતિમ તબક્કાનુ શુટિંગ ચાલી રહ્યુ છે. ડિરેક્ટર અલી અબ્બાસની આ ફિલ્મ એક્શનથી ભરપુર રહેશે. બોલિવુડની હોટ જાડી રહેલી સલમાન અને કેટરીના કેફ વચ્ચે પ્રેમ સંબંધોનો ખુબ પહેલા જ અંત આવી ચુક્યો છે પરંતુ તેમની વચ્ચે હજુ પણ મિત્રતા રહેલી છે. જેના ભાગરૂપે હાલમાં બન્ને એક જાહેરાતના શુટિંગમાં બન્ને સાથે નજરે પડ્યા હતા. હાલમાં એક ઇન્ટરનેશનલ બ્રાન્ડની એડમાં બન્ને સાથે નજરે પડ્યા હતા. હવે એવા અહેવાલ આવી રહ્યા છે કે બન્ને સાથે ફિલ્મમાં કામ કરી શકે છે. બન્નેની જાડી ભારે ધુમ મચાવી ચુકી છે. સલમાન અને કેટરીના કેફ છેલ્લે એક થા ટાઇગર ફિલ્મમાં સાથે નજરે પડ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી દેવામાં સફળ રહી હતી. કબીર ખાનની આ ફિલ્મ દેશભરમાં લોકોને પસંદ પડી હતી. કેટરીના કેફ અને સલમાન વચ્ચે પ્રેમ સંબંધોનો અંત આવી ગયો હોવા છતાં બન્ને એકબીજાના સારા મિત્ર રહ્યા છે. હાલમાં કેટરીના કેફ અને રણબીર કપુરના સંબંધ તુટી ચુક્યા છે. તેમની વચ્ચે કેટલાક સમયથી સંબંધ હતા. બન્ને એક જ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. બન્ને ફિલ્મમાં કામ કરશે કે કેમ તેને લઇને હજુ સુધી કોઇ વાત કરવામાં આવી રહી નથી. ટાઇગર જિન્દા ફિલ્મ કેટરીના કેફ માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. સલમાન ખાન બોલિવુડના સુપરસ્ટાર તરીકે છે. હાલમાં તે સૌથી લોકપ્રિય સ્ટાર છે. તેની ફિલ્મ નામ સાથે જ ચાલી રહી છે. તે છેલ્લી તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાસિલ કરી ચુકી છે.
આગળની પોસ્ટ