પશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરર્જીએ નોટબંધીના કારણે દેશની ખરાબ હાલત માટે કેન્દ્રની આકરી ટીકા કરી છે.
મમતા બેનરર્જીએ પોતાના ફેસબુક પેજ પર કહ્યું છે કે, નોટબંધીના કારણે વર્ષ ૨૦૧૬-૧૭માં દેશનો આર્થિક વિકાસ દર ઘટીને ૬.૧ ટકા પર આવી ગયો છે અને તેમાં બે ટકાનો ઘટાડો આવ્યો છે.
ગત નાણાકીય વર્ષમાં આ ૭.૯ ટકા હતો. ભારતમાં લોકોને નોકરીઓમાંથી હાથ ધોવા પડી રહ્યાં છે તથા કૃષિ તથા અસંગઠિત ક્ષેત્રના ખરાબ રીતે પ્રભાવિત થઇ રહ્યં છે.
તેમણે એમ પણ કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા ઘોષિત નોટબંધીના સમયમાં જ મેં ચિંતા વ્યક્ત કરી હતી. જેના કારણ દેશમાં કેટલીક નોકરીઓ ચાલી ગઇ અને ઉત્પાદકતામાં ઘટાડો થયો. મારી આશંકા હવે યોગ્ય સાબિત થઇ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં લોકો બેરોજગાર થતાં રહ્યાં છે તથા કૃષિ અને અસંગઠિત ક્ષેત્રની હાલત ખરાબ થતી રહી છે. લોકોની પાસે શું છે. આખરે દેશની હાલની સ્થિતિ માટે કોણ જવાબદાર છે.