Aapnu Gujarat
બિઝનેસ

માર્ચ ૨૦૧૭માં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીઓનો નફો ૧૪.૫% અને આવક ૪.૫% વધી

માર્ચ ૨૦૧૭માં પૂરા થયેલા ક્વાર્ટરમાં ભારતીય કંપનીઓએ આવક અને નફામાં સ્થિર વૃદ્ધિ નોંધાવી હતી. જોકે ઓપરેટિંગ નફાકારકતામાં થોડું દબાણ જોવા મળ્યું હતું. ચોખ્ખી ખોટ નોંધાવનારી કંપનીઓની સંખ્યા છેલ્લાં ચાર ક્વાર્ટર્સમાં સૌથી વધુ હતી, છતાં એનાલિસ્ટ્‌સને અપેક્ષા છે નીચા વ્યાજદર અને સારા ચોમાસાની અપેક્ષાને પગલે ક્રમશઃ સુધારો ચાલુ રહેશે.બેન્ક, ફાઇનાન્સ, ઓઇલ અને ગેસ કંપનીઓને બાદ કરતાં ૧,૮૮૨ સેમ્પલ કંપનીઓનો ચોખ્ખો નફો વર્ષ પ્રતિ વર્ષના ધોરણે ૧૪.૫ ટકા વધ્યો હતો. દ્વિઅંકી વૃદ્ધિનું આ સતત ત્રીજું ક્વાર્ટર છે. છેલ્લાં ત્રણ ક્વાર્ટરથી નફાવૃદ્ધિમાં સતત વધારો થઈ રહ્યો છે. આવકમાં ૪.૫ ટકાનો વધારો થયો હતો, જે સતત બીજા ક્વાર્ટરમાં થયો છે. ઇટી ઇન્ટેલિજન્સ ગ્રૂપે એપ્રિલના પ્રારંભમાં નિફ્ટી ૫૦ કંપનીઓના સેમ્પલમાં આવક અને નફામાં આ જ ટ્રેન્ડનો અંદાજ રજૂ કર્યો હતો.
જોકે ઓપરેટિંગ ખર્ચમાં નજીવા વધારાને કારણે ઓપરેટિંગ માર્જિન ચાર ક્વાર્ટરના તળિયે પહોંચ્યાં છે. ત્રિમાસિક ધોરણે માર્જિન ૧૦ બેસિસ પોઇન્ટ અને વર્ષ પ્રતિ વર્ષ ધોરણે ૩૦ ટકા વધીને ૧૬ ટકા થયા છે. આ આંક એ પણ સૂચવે છે કે કંપનીઓને વેચાણ વધારવાની લાલચમાં માર્જિન જાળવવામાં મુશ્કેલી અનુભવી રહી છે.ઓઇલ અને ગેસ કંપનીઓનો સમાવેશ કરતી ૧,૯૧૦ કંપનીઓની આવકમાં ૯.૬ ટકા અને ચોખ્ખા નફામાં ૧૩.૬ ટકાનો વધારો થયો છે. બેન્કિંગ, ફાઇનાન્સ અને ઓઇલ ગેસ સહિતની તમામ ૨,૨૯૦ કંપનીઓની આવકમાં અને નફામાં વર્ષ પ્રતિ વર્ષના ધોરણે અનુક્રમે ૯ ટકા અને ૩૨.૪ ટકા વધારો થયો છે.વેચાણ અને નફામાં વધારો થવા છતાં ખોટ કરનારી કંપનીઓની સંખ્યા ઘટવાનું નામ નથી લેતી. આવી કંપનીઓની સંખ્યા અગાઉના ક્વાર્ટરના ૬૭૬ અને અગાઉના વર્ષના ક્વાર્ટરના ૬૫૮ની સરખામણીમાં વધીને ૬૭૮ થઈ છે. બેન્ક, ફાઇનાન્સ અને ઓઇલ-ગેસ કંપનીઓને બાદ કરતાં ખોટ કરતી કંપનીઓની સંખ્યા અગાઉના ક્વાર્ટરના ૫૩૫ અને અગાઉના વર્ષના ક્વાર્ટરના ૫૭૩થી ઘટીને ૫૪૫ થઈ છે.એનાલિસ્ટ્‌સના અંદાજ પ્રમાણે આગામી ક્વાર્ટરમાં ભારતીય કંપનીઓની કામગીરીમાં સુધારો થશે.ઓટોમોબાઇલ, એફએમસીજી, અને મેટલ્સે સુંદર કામગીરી નોંધાવી છે, જ્યારે આઇટી, ફાર્મા અને ટેલિકોમ સેક્ટરના આંક નબળા આવ્યા છે. આ ઉપરાંત, બેન્કિંગ, કેપિટલ ગૂડ્‌ઝ અને પાવર સહિતના એનપીએ સંબંધિત સેક્ટરે પણ ખરાબ કામગીરી નોંધાવી છે.

Related posts

હવે આરબીઆઇ વ્યાજ દરમાં ૦.૨૫ ટકા સુધી ઘટાડો કરશે

aapnugujarat

Sensex up by 160 points, Nifty settles at 11588

aapnugujarat

૧૪૦૦૦ કરોડનાં આઈપીઓ ટૂંકમાં લૉન્ચ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1