નેતાજી સુભાષચંદ્ર બોઝના મૃત્યુ સંદર્ભે આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) એકટ હેઠળ માંગવામાં આવેલી માહિતી સંદર્ભે કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા ૧૮ ઓગષ્ટ ૧૯૪૫ના રોજ નેતાજીનું મૃત્યુ એક વિમાન દુર્ઘટનામાં થયાનું જણાવ્યું હતું.
આ વિધાન સામે નેતાજીના ભાઇના પૌત્ર અને ભાજપના નેતા ચંદ્રકુમાર બોઝએ જણાવ્યું કે ગૃહ મંત્રાલયે આ મામલે માફી માંગવી જોઇએ. અમે ઇચ્છીએ છીએ કે આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવે અને તાઇવાનમાં મળેલી અસ્થીઓનું કેન્દ્ર સરકાર ડીએનએ ટેસ્ટ કરાવે.હું પહેલા બોઝ પરિવારનો સભ્ય છું પછી ભાજપનો નેતા! મારું પહેલું લક્ષ્ય મોતના રહસ્યને ઉકેલવાનું છે. અમારા પરિવારે ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.
સરકાર વિરૂધ્ધ આ અઠવાડીએ આંદોલન થશે.ઉલ્લેખનિય છે કે ગયા વર્ષે ૨૩ જાન્યુઆરીના રોજ મોદી સરકારે દર મહિને નેતાજી સાથે જોડાયેલી ૧૦૦ ફાઇલો રજૂ કરી હતી. આ બધી ફાઇલો સાર્વજનિક રીતે પ્રાપ્ય છે. ૨૦૧૫માં નેતાજીના પરિવારજનોને મળ્યા બાદ પી.એમ. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓ રૂસ પાસે પણ નેતાજી સાથે જોડાયેલી ફાઇલો સાર્વજનિક કરવાની માંગણી કરશે.