Aapnu Gujarat
રાષ્ટ્રીય

પ્રચંડ તોફાનમાં ફની ફેરવાયા બાદ ભારે વરસાદ થશે

ચક્રવાતી તોફાન ફની વધારે વિનાશક સ્વરૂપ ધારણ કરીને ત્રાટકે તેવી શક્યતા છે. જેથી સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. એમ માનવામાં આવે છે કે આની અસર હેઠળ આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં ગુરૂવારના દિવસે ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગે કહ્યુ છે કે ભારે નુકસાન આના કારણે થઇ શકે છે. ભારે વરસાદના કારણે નુકસાન ન થાય તે માટે સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. આઇએમડી દ્વારા ચેતવણીમાં કહેવામાં આવ્યુ છે કે ચક્રવાતના કારણે દરિયાકાઠંના વિસ્તારોમાં ભારે નુકસાન થઇ શકે છે. નુકસાનને ટાળવા માટે તંત્ર સાબદુ થઇ ગયુ છે. ઘરની સાથ સાથે અન્ય મુળભુત નુકસાન થવાની શક્યતા પણ છે. ઘર, સંચારના સાધન, વીજળી નેટવર્કને પણ નુકસાન થઇ શકે છે. માર્ગોને પણ ભારે નુકસાન થઇ શકે છે. બીજી બાજુ મોટા જહાજોને પણ નુકસાન થઇ શકે છે. આઇએમડી દ્વારા માછીમારોને દરિયામાં ન જવાની સુચના આપી છે. નવા આદેશ જારી કરવામાં ન આવે ત્યાં સુધી દરિયામાં ન જવા માટે સુચનાને પાળવામાં આવે તે જરૂરી છે. બીજી બાજુ ઉભા થયેલા ખતરાને ધ્યાનમાં લઇને બેઠકોનો દોર ચાલી રહ્યો છે.પ્રભાવિત થઇ શકે તેવા રાજ્યોમાં ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. એનડીઆરએફની કુલ ૪૧ ટીમો ગોઠવી દેવામાં આવી છે. જેમાં આંધ્રપ્રદેશમાં આઠ, ઓરિસ્સામાં ૨૮ અને બંગાળમાં પાંચ ટીમો તૈનાત કરવામાં આવી ચુકી છે. આ ઉપરાંત એનડીઆરએફની ટીમો બંગાળમાં પણ ગોઠવી દેવામાં આવી છે. ફની ચક્રવાત હાલમાં બંગાળના અખાતમાં દક્ષિણ પશ્ચિમ પર છે. આંધ્રપ્રદેશ, બંગાળ અને ઓરિસ્સામાં એલર્ટની જાહેરાત કરીને સ્કુલ કોલેજોમાં રજાની જાહેરાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગના કહેવા મુજબ ઓરિસ્સા માટે યલો વોર્નિંગ જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે આ રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્યમાં ચૂંટણી માટેની તારીખને આગળ વધારી દેવા માટે માંગ કરી છે. માછીમારોને દરિયામાં ન જવા માટે પણ કહેવામાં આવ્યું છે. ખાસ કરીને બીજીથી ચોથી મે વચ્ચે દરિયામાં ખતરનાક મોજા ઉછળે તેવી શંકા દેખાઈ રહી છે. હવામાન વિભાગના ચક્રવાતી વિભાગના અધઇાકરીઓના કહેવા મુજબ હાલમાં ચક્રવાદી ફની ઓરિસ્સાથી ૭૬૦ કિલોમીટરના દક્ષિણ પશ્ચિમ અને વિશાખાપટ્ટનમથી ૫૬૦ કિલોમીટર દક્ષિણ પૂર્વ તથા ત્રિણમલ્લીથી ૬૬૦ કિલોમીટરના ઉત્તર-ઉત્તરપૂર્વ શ્રીલંકામાં સ્થિત છે. ચક્રવાતને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે એડવાન્સમાં ચાર રાજ્યો માટે ૧૦૮૬ કરોડની રકમ જાહેર કરી દેવામાં આવી છે. આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, તમિળનાડુ અને બંગાળ પર ખતરો તોળાઈ રહ્યો છે. તોફાનથી બચવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે. ફનીના ભારતીય પૂર્વીય દરિયાકાંઠા તરફ વધવાને લઇને નૌસેના અને દરિયાકાંઠાના રક્ષકોના જહાજ અને હેલિકોપ્ટરોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. રાહત ટીમોને મહત્વના સ્થળો ઉપર ગોઠવી દેવામાં આવી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર સંબંધિત તમામ વિભાગે વ્યવસ્થા ગોઠવી દીધી છે. ઓરિસ્સામાં દરિયાકાંઠા પર ગોપાલપુર અને ચાંદબલી વચ્ચેથી પ્રચંડ વાવાઝોડુ પસાર થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

Related posts

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૨૦ પૈસાનો ઘટાડો

editor

મરાઠા આંદોલન : પુણેમાં હિંસા

aapnugujarat

લેહ એરપોર્ટ પર ટર્મિનલનું મોદી દ્વારા શિલાન્યાસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1