Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારતના કારણે અમેરિકાને અબજો ડોલરનું નુકસાન થઇ રહ્યું છે : ટ્રમ્પે અમેરિકી પ્રોડક્ટ પર ભારતની તરફથી લગાવાયેલી મોટી ડ્યુટીનો ઉલ્લેખ કરીને ભડાશ કાઢી

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી પ્રોડક્ટ પર ભારતની તરફથી લગાવાયેલા મોટા શુલ્કની ટીકા કરી છે. ટ્રમ્પે કહ્યું કે, ભારતે અમેરિકાને કાગળનાં ઉત્પાદનો અને પ્રસિદ્ધ હાર્લે ડેવિડસન મોટરસાઇકિલ પર ખુબ જ ઉંચુ શુક્લ લગાવ્યું છે. તેમણે કહ્યું કે, ઉંચા શુલ્કોનાં કારણે અમેરિકાને ભારત, ચીન અને જાપાન જેવા દેશો તરફથી અબજો ડોલરનું નુકસાન થઇ રહ્યું છે. ટ્રમ્પે વિસ્ફોસિનનાં ગ્રીન બે શહેરમાં રિપબ્લિકન પાર્ટીની એક રાજનીતિક રેલીને સંબોધિત કરતા કહ્યું કે, તમામ દેશો છેલ્લા અનેક વર્ષોથી અમેરિકાને નુકસાન પહોંચાડી રહ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ વારંવાર ભારતને ડ્યુટીનું રાજા કહે છે. તેમનું કહેવું છે કે અમેરિકન ઉત્પાદનો પર ભારત અનેક વર્ષોથી ખુબ જ ઉંચી ડ્યુટી વસુલી રહ્યું છે. પોતાના સમર્થકોની નારેબાજી વચ્ચે ટ્રમ્પે કહ્યું કે, અનેક દેશોને ચીન, જાપાન અને ભારત જેવા દેશોના કારણે અમેરિકાને અબજો ડોલરનું નુકસાન થઇ રહ્યું છે. તમે કોઇ પણ દેશનું નામ લો આપણને નુકસાન પહોંચાડ્યું છે, પરંતુ આગળ આપણે નુકસાન નહી સહીએ. તેમણે કહ્યું કે, વિદેશી કાગળનાં ઉત્પાદન પર અમેરિકામાં ખુબ જ ઉંચી ડ્યુટી વસુલવામાં આવી રહી છે.આ અગાઉ અમેરિકાએ દિલ્હીનાં ટૈંક રોડને નકલી સામાન વેચનાર વિશ્વનું કુખ્યાત બજાર ગણાવ્યું હતું. અમેરિકાએ ભારતને કહ્યું કે, તેઓ આ બજાર અંગે કાર્યવાહી કરવા માટે પગલા ઉઠાવે. અમેરિકી વેપાર પ્રતિનિધિ (યુએશટીઆર)ની કુખ્યાત બજારોની યાદીમાં ટેંક રોડનો સમાવેશ થાય છે. અહીં મોટા પ્રમાણમાં નકલી સામાનનું વેચાણ થતું હોવાનું સ્વિકાર્યું છે. જેમાં કપડાથી માંડીને જુતા અને ચપ્પલનો સમાવેશ થાય છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ટૈંક રોડનાં વેપારીઓ નકલી સામાન અન્ય ભારતીય બજારો જેવા કે ગફ્ફાર માર્કેટ અને અઝમલ ખાન રોડને પણ કરે છે. રિપોર્ટ અનુસાર આ બજારોમાં જથ્થાબંધ વેપારીઓ કોઇ પણ ડર વગર વેપાર કરી રહ્યા છે. તેઓ પોતાનાં વ્યાપારનો સતત વિસ્તાર કરી રહ્યા છે.

Related posts

‘चीनी वायरस’ को मिटा देंगे : ट्रंप

editor

ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી USના પ્રેસિડન્ટ બને તેવી પૂરી શક્યતા

aapnugujarat

પુતિન-હમાસ લોકતંત્રને ખતમ કરી દેવા માંગે છે : બાયડેન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1