Aapnu Gujarat
રાષ્ટ્રીય

આતંકી બુરહાનવાનીના મોત બાદ હિજબુલ મુઝાહિદ્દીનમાં પડી ફુટ, મૂસાએ આપી ધમકી

આતંકી બુરહાનવાની બાદ સબજાર ભટ્ટના મોત બાદ આતંકી સંગઠન હિજબુલ મુઝાહિદ્દીનમાં કંઈ ઠીક હોય તેમ લાગતુ નથી.જાકીર મુસાના જૂથે હિજબુલના નેતૃત્વ અને જાકિર મુસાનો વિરોધ કરનારાઓને ચેતવણી આપી છે, તેઓએ જાકીર મુસાનો વિરોધ કરનારાઓનો સબજાર ભટ્ટ જેવો હાલ કરી દેવાશે તેવી ધમકી આપી છે.
માનવામાં આવે છે કે ઘણા સ્થાનિક આતંકવાદીઓ રિયાઝ નાયકૂને પોતાનો નેતા માનવા તૈયાર નથી અને તે જ કારણ છે કે મૂસા જૂથે સ્પષ્ટ કરી દીધું કે જાકીર મૂસાનો વિરોધ કરનારાઓના સબજાર જેવા હાલ થશે.સબજાર ભટ્ટના મોત બાદ હિજબુલ મુજાહિદ્દીન વચ્ચે આંતરિક ડખો વધ્યો છે.
જાકિર મુસા અને આતંકી સંગઠનના નેતૃત્વ વચ્ચે ડખો થયો છે.હિજબુલના આતંકીઓને શક છે કે જાકિર મૂસાએ કોઈ નજીકના વ્યક્તિ દ્વારા જ સબજારનું લોકેશન જમ્મુ કાશ્મીર પોલીસને આપ્યું હતું. જેથી એન્કાઉન્ટરમાં પોલીસને સરળતા રહી.
જોકે અત્યાર સુધી કોઈ આતંકી સંગઠને આ વાતની પુષ્ટી કરી નથી..થોડા સમય અગાઉ જાકીર મુસા તરફથી ઓડિયો ક્લિપ મોકલવામાં આવી જેમાં કહેવાયું હતું કે કાશ્મીરમાં ચાલી રહેલુ આંદોલન ઈસ્લામિક છે, રાજનીતિક નથી.
આ ઓડિયો ક્લિપથી તેવા સવાલ ઉઠી રહ્યાં છે કે શું હુર્રિયત કાશ્મીરમાં પોતાની પ્રાસંગિકતા ગુમાવી ચૂક્યુ છે. કારણ કે આતંકીઓએ તેમની રાજનીતિને નકારી દીધી છે. એટલેથી આગળ વધીને જાકિર મૂસાએ હુર્રિયતના નેતાઓને સ્પષ્ટ કહ્યુ છે કે તેમની કુરબાની પર રાજનીતિ ન કરે.

Related posts

રાફેલ : રાહુલના ચોકીદાર નિવેદનને લઇ ભાજપ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો

aapnugujarat

गृह मंत्री अमित शाह ने कामाख्या देवी मंदिर में पूजा-अर्चना की

aapnugujarat

હિમાચલમાં વરસાદથી ૩૦૦ કરોડનું નુકસાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1