Aapnu Gujarat
તાજા સમાચારમનોરંજન

પંજાબી સિંગર દલેર મહેંદી ભાજપમાં જોડાયા

પંજાબી ગાયક દલેર મહેંદી ભાજપમાં જોડાઈ ગયા છે. દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી અને કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધનની હાજરીમાં દલેર મહેંદી ભાજપમાં જોડાયા. આ અગાઉ પંજાબી ગાયક હંસરાજ હંસને પણ ભાજપે દિલ્હીની નોર્થ વેસ્ટ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. અત્રે જણાવવાનું કે થોડા દિવસ અગાઉ પંજાબી સિંગર હંસરાજ હંસ અને અભિનેતા સન્ની દેઓલ પણ ભાજપમાં જોડાયા હતાં. ભાજપે હંસરાજ હંસને ઉત્તર પશ્ચિમ દિલ્હીની બેઠક અને સન્ની દેઓલને પંજાબના ગુરદાસપુરથી ટિકિટ આપી છે.
હવે દલેર મહેંદી પણ ભાજપમાં જોડાઈ ગયા છે. કહેવાય છે કે દલેર મહેંદીને ભાજપ પંજાબની કોઈ બેઠક પરથી મેદાનમાં ઉતારી શકે છે.દલેર મહેંદીનો જન્મ ૧૮ ઓગસ્ટ ૧૯૬૭ના રોજ બિહારના પટણામાં થયો હતો. બાળપણથી જ ગાવાનો શોખ હતો. ૫ વર્ષની ઉંમરમાં જ દલેરે ગાયિકી શીખવાનું શરૂ કરી દીધુ હતું.
વર્ષ ૧૯૫૫માં દલેર મહેંદીએ પોતાનો પહેલો મ્યુઝિક આલ્બમ રેકોર્ડ કર્યો. બોલો તા રા રા નામના આ આલ્બમને ખુબ લોકપ્રિયતા મળી હતી. જેણે દલેર મહેંદીને એક ઓળખ અપાવી દીધી. તે સમયે આલ્બમની લગભગ ૨૦ મિલિયન કોપી વેચાઈ હતી. ૧૯૯૮માં દલેર મહેંદીનો વધુ એક આલ્બમ તુનક તુનક રિલિઝ થયો. જેણે દલેર મહેંદીને એક બ્રાન્ડ બનાવી દીધો.
જો કે દલેર મહેંદી અને તેમના ભાઈ શમશેર સિંહને માનવ તસ્કરી કેસમાં બે વર્ષની સજા થયેલી છે. ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલવાના મામલે તેઓ દોષિત ઠર્યા હતાં. જો કે દલેરને જામીન મળી ગયા હતાં અને હાલ તેઓ જામીન ઉપર જ બહાર છે. મશહૂર ગાયક મીકા સિંહ દલેર મહેંદીના નાના ભાઈ છે. આ ઉપરાંત હંસરાજ હંસ દલેર મહેંદીના વેવાઈ છે. હંસરાજ હંસના પુત્ર નવરાજ હંસ અને દલેર મહેંદીની પુત્રી અવજીત કૌરે વર્ષ ૨૦૧૭માં લગ્ન કર્યા હતાં.

Related posts

જમ્મુ કાશ્મીર : પાકિસ્તાનનો ફરી ગોળીબાર, મશીનગનનો ઉપયોગ

aapnugujarat

વચગાળાના સીઈઓની નિમણૂંક કરવા ICICI બેંકની વિચારણા

aapnugujarat

કોમેડી કરના ઇતના આસાન નહીં હૈ.. : કૃતિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1