Aapnu Gujarat
ગુજરાત

બાંધકામને નિયમિત કરવાની ૧.૧૭ લાખ અરજી નામંજુર

અમદાવાદ શહેરના છ જેટલા ઝોનના વિવિધ વિસ્તારોમાં પાંચ લાખથી પણ વધુ ગેરકાયદેસર બાંધકામો બંધાઈ ગયા છે.આ બાંધકામોને ઈમ્પેકટના કાયદા હેઠળ નિયમિત કરવા માટે આવેલી કુલ ૨.૪૩ લાખ ઉપરાંતની અરજીઓ પૈકી ૧.૧૭ લાખ અરજીઓને નામંજુર કરવામાં આવી છે.જે સામે ૧.૨૬ લાખ ઉપરાંતના બાંધકામોને નિયમિત કરી તંત્રને રૂપિયા ૩૪૯ કરોડ ઉપરાંતની આવક થવા પામી છે.આ અંગે મળતી માહિતી અનુસાર,ઈમ્પેકટના કાયદા હેઠળ અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવા માટે કુલ મળીને ૨૪૩૧૦૫ અરજીઓ મ્યુનિસિપલ તંત્રને મળી હતી.જે પૈકી કુલ ૧૧૭૬૧૬ અરજીઓને વિવિધ કારણોસર રદ કરી દેવામાં આવી છે.જયારે કુલ ૧૨૬૩૧૭ અરજીઓને મંજુર કરી ૨૮ માર્ચ-૨૦૧૧ અગાઉના બાંધકામ તરીકે નિયમિત કરવામાં આવ્યા છે. સત્તાવારસૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર,૩૧ મે સુધીમાં મ્યુનિસિપલ તિજોરીમાં ઈમ્પેકટ પેટે રૂપિયા ૩૪૯ કરોડ ૧૩ લાખ ઉપરાંતની આવક થવા પામી છે. શહેરના નવા પશ્ચિમઝોનમાં કુલ ૭૮.૨૭ કરોડ,પશ્ચિમઝોનમાં ૮૭.૯૨ કરોડ,પૂર્વ ઝોનમાં ૪૪.૮૮ કરોડ,દક્ષિણઝોનમાં કુલ ૬૨.૨૬ કરોડ રૂપિયાની ઈમ્પેકટફી પેટે આવક થવા પામી છે. આ સાથે જ ઉત્તરઝોનમાં ૫૬.૭૬ કરોડ અને મધ્યઝોનમાં રૂપિયા ૧૯.૦૧ કરોડની આવક થવા પામી છે.
શહેરના વિવિધ વિસ્તારોમાંથી મ્યુનિસિપલ તંત્રને ગેરકાયદેસર બાંધકામો નિયમિત કરવા માટેની સૌથી વધુ પૂર્વઝોનમાં ૪૨૪૩૯ અરજીઓ રદ કરવામાં આવી છેજયારે જયાં સૌથી વધુ ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા છેતેવા શહેરના મધ્યઝોનમાંથી બાંધકામો નિયમિત કરવા માટે માત્ર ૫૨૭૩ અરજીઓ આવી હતી જેની સામે ૨૪૫૯ અરજીઓ રદ કરવામાં આવી છે.શહેરમાં ઈમ્પેકટના કેસોનો એક તરફ નિકાલ કરવામાં આવી રહ્યો છે તેવા સમયે પણ હજુ વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો ઉભા કરવાનો ક્રમ યથાવત જોવા મળી રહ્યો છે.

Related posts

ભાવનગરમાંથી ડીગ્રી વગરનો બોગસ ડોકટર ઝડપાયો

editor

શ્રમજીવી પરિવારોની મદદે આવતી પાવીજેતપુર પોલીસ

aapnugujarat

ભૂજ, પાટણ અને કેશોદમાં નર્મદા યાત્રાના રથનો વિરોધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1