બોલિવુડ સ્ટાર સંજય દત્ત હવે ઉમંગ કુમારની વધુ એક ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર થયો છે. તે લવ સ્ટોરી ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. ઉમંગ કુમાર અને સંદીપ સિંહ સાથે ભૂમિ ફિલ્મનુ હાલમાં શુટિંગ પૂર્ણ કરી ચુકેલા ઉમગ કુમાર નવી ફિલ્મમાં સંજય દત્તને જ લેવા માટે તૈયાર થયા છે. ફિલ્મનુ નામ હાલ પુરતુ મંલગ રાખવામાં આવ્યુ છે. આ ફિલ્મનુ શુટિંગ ડિસેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવનાર છે. ફિલ્મનુ શુટિંગ મોટા ભાગે વારાણસી અને શિમલામાં કરવામાં આવનાર છે. સંજય દત્ત સાથે કઇ અભિનેત્રીને લેવામાં આવશે તે અંગે હજુ સુધી નિર્ણય લઇ શકાયો નથી. જો કે આગામી મહિના સુધી આ અંગે નિર્ણય કરવામાં આવી શકે છે. સંજય દત્તે માહિતી આપતા કહ્યુ છે કે ફિલ્મની પટકથમાં ધ્યાન આપતાની સાથે જ તે તૈયાર થઇ ગયો હતો. આ એક લવ સ્ટોરી ફિલ્મ છે. અગાઉ અનેક ફિલ્મ માટે પટકથા લખી ચુકેલા લોકોને પણ બોલાવવામાં આવ્યા હતા. સંજય દત્ત પાસે હાલમાં કેટલીક ફિલ્મો છે. જેમાં ગીરિશ મલિકની એક્શન થ્રીલર ફિલ્મ તોડબાજનો પણ સમાવેશ થાય છે. તે ફિલ્મમાં આઇટમ નંબરમાં પણ નજરે પડનાર છે. તે તિગ્માશુ ધુવિયાની નવી ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે. મુંબઇ સિરિયલ બોમ્બ બ્લાસ્ટાના સંબંધમાં સજા પૂર્ણ કરીને સંજય દત્ત થોડાક સમય પહેલા બહાર આવ્યા બાદ હવે તે પોતાની ફિલ્મોમાં સક્રિય થઇ ગયો છે. તેમની પાસે સારી સારી ફિલ્મોની ઓફર આવી રહી છે. સંજય દત્ત પાસે મોટા નિર્માતા નિર્દેશકોની ફિલ્મ આવી રહી છે. ભૂમિ ફિલ્મમાં તે અદિતી રાવ હૈદરીના પિતાની યાદગાર ભૂમિકા અદા કરી રહ્યો છે.