Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ચોકીદારની ચોકી આંચકી લેવાશે : અખિલેશ

ઉત્તરપ્રદેશના સહારનપુરના દેવબંધમાં ગઠબંધનની આજે પ્રથમ સંયુક્ત રેલી યોજાઈ હતી જેમાં બસપાના વડા માયાવતી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. બંને નેતાઓએ લોકોને મત વિભાજન ન કરવા અપીલ કરી હતી. એકબાજુ માયાવતીએ મહાગઠબંધનની મહારેલીમાં મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. બીજી બાજુ રેલીને સંબોધતા અખિલેશે આગામી ચૂંટણીને ઇતિહાસ બનાવવાની ચૂંટણી ગણાવી હતી. અખિલેશે કહ્યું હતું કે, અહીં એવા પણ નેતા આવ્યા હશે જે નફરત ફેલાવવા સિવાય કોઇપણ પ્રકારના નિવેદન કરતા નથી. ભાજપ સરકાર સામે પ્રહાર કરતા અખિલેશે કહ્યું હતું કે, પહેલા અમારી વચ્ચે ચા વાળા બનીને મોદી આવ્યા હતા. અચ્છે દિન, ૧૫ લાખ રૂપિયા અને કરોડો નોકરીઓના વચનો આપવામાં આવ્યા હતા. આ વખતે ચોકીદાર બનીને આવી રહ્યા છે.
આ વખતે ચોકીદારની ચોકી આંચકી લેવામાં આવશે. દલિતો, પછાત અને લઘુમતિ સમુદાયના લોકો ચોકીદારની ચોકીને આંચકી લેશે. મોદીએ મહાગઠબંધનને મહામિલાવટ તરીકે ગણાવીને ઝાટકણી કાઢી છે. આ સંદર્ભમાં અખિલેશે કહ્યું છે કે, સરાબ શબ્દનો ઉપયોગ કરનાર લોકો સત્તાના નશામાં છે. દેશને નવી સરકાર આપવા અને નવા વડાપ્રધાન આપવા માટે ગઠબંધન કરાયું છે. મહાપરિવર્તન માટે ગઠબંધન છે.

Related posts

मुझे भगवा रंग में रंगना चाहती बीजेपी : रजनीकांत

aapnugujarat

નકસલી હુમલાના શહીદ જવાનોને ગૃહમંત્રી શાહે શ્રદ્ધાંજલિ પાઠવી

editor

तृणमूल कांग्रेस में प्रशांत के शामिल होने के कयास

aapnugujarat

Leave a Comment

UA-96247877-1