Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નોકરીને લઇ કોઇ કમી નથી માત્ર ડેટાની તકલીફ છે : અમિત શાહ

ભાજપ પ્રમુખ અમિત શાહે દેશમાં રોજગારની કમીને લઇને કહ્યું છે કે, રોજગારની કોઇ કમી નથી પરંતુ ડેટાને લઇને સમસ્યા થયેલી છે. અમિત શાહે કહ્યું છે કે, મોદી સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત અનેક કામો કર્યા છે. આવામાં જ્યારે કામ થાય ચે ત્યારે રોજગાર ન મળે તે બાબત ગણે ઉતરતી નથી. આ ઉપરાંત સીઆરપીએફના કાફલા ઉપર પુલવામામાં આતંકવાદી હુમલા પછી પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઇકનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું હતું કે, અમેરિકા અને ઇઝરાયેલ બાદ ભારત વિશ્વમાં માત્ર ત્રીજા દેશ તરીકે છે જે પોતાના જવાનોના બલિદાન બાદ બદલો લીધો છે. એક અખબાર સાથેની વાતચીતમાં અમિત શાહે કહ્યું હતું કે, હજુ સુધી માત્ર બે દેશો અમેરિકા અને ઇઝરાયેલે જ આ પરાક્રમ કર્યા હતા પરંતુ નરેન્દ્ર મોદીના કારણે ભારત ત્રીજુ દેશ બન્યું છે. આ નવી નીતિ છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા શાહે કહ્યું હતું કે, અમે આત્મરક્ષા માટે પોતાના અધિકારનો પૂર્ણ ઉપયોગ કરીશું. સરહદ ઉપર કોઇપણ વ્યક્તિ કંઇપણ કરે તે ચલાવી લેવામાં આવશે નહીં. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે આતંકવાદી સંગઠન જૈશના આત્મઘાતી હુમલાખોરે સીઆરપીએફના કાફલા ઉપર હુમલો કર્યો હતો જેમાં ૪૦ જવાન શહીદ થયા હતા. ત્યારબાદ ભારતીય હવાઈ દળે બાલાકોટમાં જૈશના ટ્રેનિંગ કેમ્પ ઉપર હુમલા કર્યા હતા. ૨૦૧૯ની ચૂંટણીની વાત કરતા અમિત શાહે કહ્યું હતું કે, દેશની લીડરશીપ કઈરીતની હોય તે બાબત આ દર્શાવે છે. દેશમાં એવી સરકાર હોવી જોઇએ જે આતંકવાદીઓને કચડીને આતંકવાદી હુમલાનો જવાબ આપી શકે. ભાજપ જ્યારે દમદાર બહુમત હાંસલ કરશે જ ત્યારે જ આ બાબતો વધુ અસરકારકરીતે આગળ વધશે. અમિત શાહે કહ્યું હતું કે, ૨૦૧૪માં જે સીટો ઉપર અમારી હાર થઇ હતી તે પૈકી કમસે કમ ૫૦ સીટો ઉપર અમે જીત મેળવીશું.

Related posts

સીબીએસઈ ધોરણ ૧૨નું પરિણામ આજે જાહેર થશે

aapnugujarat

બંગાળમાં ઝંઝાવતી પ્રચાર કરવા મોદી સજ્જ

aapnugujarat

भारत में पिछले 24 घंटे में कोरोना वायरस के 16,577 नए मामले

editor

Leave a Comment

UA-96247877-1