Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેન્સેક્સમાં ૧૯૮ પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં આજે સેંસેક્સ એક વખતે ૩૯૦૦૦ની સપાટીને કુદાવી દીધા બાદ અંતે સેંસેક્સમાં તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેેંસેક્સ ૧૯૮ પોઇન્ટ ઉછળીને ૩૮૮૭૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો તેમાં ૧૯૮ પોઇન્ટનો અથવા તો ૦.૪૨ ટકાનો સુધારો રહ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી (આરઆઈએલ), ઇન્ફોસીસ અને ટીસીએસ જેવા શેરમાં તેજી રહી હતી જેથી ઇન્ડેક્સમાં ઉછાળો નોંધાયો હતો. એચડીએફસી, એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને એચડીએફસી બેંક સહિતના શેરોમાં પ્રોફિટ બુકિંગની સ્થિતિ જોવા મળી હતી. નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૪૫ પોઇન્ટ ઉછળીને ૧૧૬૬૯ની સપાટીએ રહ્યો હતો. સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૫૯ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૫૩૯ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૧૦ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૧૩૭ નોંધાઈ હતી. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં આજે ૧૭૬ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૩૦૨૫૧ નોંધાઈ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં ઉલ્લેખનીયરીતે તેજી જોવા મળી રહી છે. આરઆઈએલ કંપની હવે પ્રથમ ભારતીય લિસ્ટેડ કંપની બનવા જઈ રહી છે જે ૯૦૦૦૦૦ કરોડના આંકડાને પાર કરી શકે છે. આજે આ શેરમાં બે ટકાનો ઉછાળો નોંધાયો હતો. તાતા મોટર્સના શેરમાં સાત ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ છેલ્લા ચાર વર્ષમાં સર્વશ્રેષ્ઠ રહ્યા બાદ લોકો આશાવાદી દેખાઈ રહ્યા છે. સેંસેક્સમાં આ નાણાંકીય વર્ષમાં ૧૭ ટકાનો વધારો થયો છે જેથી ઇક્વિટી બેંચમાર્ક હવે ઓલટાઇમ હાઈ સપાટી ઉપર પહોંચી શકે છે. મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ અને સર્વિસ પીએમઆઈના આંકડા ક્રમશ મંગળવાર અને ગુરુવારના દિવસે જારી કરવામાં આવશે. માર્કેટ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં ૧૪ મહિનાની ઉંચી સપાટીએ રહ્યો હતો.
હાલના નવેસરના પ્રવાહ દર્શાવે છે કે, એફપીઆઈ ભારતીય ઇક્વિટીમાં મજબૂત વિશ્વાસ ધરાવે છે.
એફપીઆઈ દ્વારા માર્ચ મહિનામાં ૪૮૭૫૧ કરોડ રૂપિયા ભારતીય ડેબ્ટ અને ઇક્વિટી માર્કેટમાં ઠાલવી દીધા છે. સ્થાનિક ઓટો મોબાઇલ કંપનીઓના આંકડા પહેલી એપ્રિલના દિવસથી જારી કરવામાં આવી રહ્યા છે.
છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન શેરબજારમાં સુધારો રહ્યો હતો અને સેંસેક્સમાં ૫૦૮ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.છેલ્લા બે મહિનામાં જોરદાર લેવાલી બાદ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં વિદેશી મૂડીરોકાણકારોએ સ્થાનિક બજારમાંથી ૪૪૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. શેરબજારમાં તેની રહેવાના કારણે કારોબારી રોકાણના મુડમાં આવી ગયા છે.

Related posts

ત્રિપલ તલાક પરના વટહુકમને પાછો ખેંચવા ઓવૈસીની માંગ

aapnugujarat

ભારત અંતરિક્ષ મહાશક્તિ તરીકે ઉભર્યું : લાઇવ સેટેલાઇટને તોડ્યું

aapnugujarat

ત્રિપલ તલાક બાદ મુસ્લિમ યુવતીઓ પર ધ્યાન કેન્દ્રિત : સ્કોલરશીપ સ્કીમને વધુ તર્કસંગત કરવા તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1