Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારતમાં આગામી વસ્તી ગણતરી ૨૦૨૧માં કરવામાં આવશે

ભારતમાં આગામી વસ્તી ગણતરી ર૦ર૧માં કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ અંગે આજે સત્તાવાર નોટિફિકેશન જારી કર્યું છે. ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે વસ્તી ગણતરી કાયદા, ૧૯૪૮ (૧૯૪૮ના અધિનિયમ ૩૭)ની કલમ-૩ હેઠળ આપવામાં આવેલી સત્તાઓ અન્વયે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે ભારતની વસ્તી ગણતરી વર્ષ ર૦ર૧માં શરૂ કરવામાં આવે.
આ માટે ર૦ર૧માં ૧ માર્ચને વસ્તી ગણતરીની આધાર તારીખ ગણવામાં આવશે. આ નોટિફિકેશનમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકાર જાહેર કરે છે કે ભારતની વસ્તીની ગણતરી વર્ષ ર૦ર૧ દરમિયાન કરવામાં આવે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના હિમ પ્રપાત પ્રભાવિત વિસ્તારોને બાદ કરતાં વસ્તી ગણતરીની આધાર તારીખ ૧ માર્ચ ર૦ર૧ રાત્રે ૧ર-૦૦ કલાકથી ગણાશે. જ્યારે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના દુર્ગમ તેમજ અંતરિયાળ વિસ્તારોની વસ્તી ગણતરી માટે આધાર તારીખ ૧ ઓકટોબર ર૦ર૦ ગણાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં દર ૧૦ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. છેલ્લે ર૦૧૧માં ભારતમાં વસ્તી ગણતરી કરવામાં આવી હતી અને ર૦૧૧ના આંકડા અનુસાર દેશની વસ્તી ૧ર૧ કરોડ હતી. સ્વતંત્ર ભારતમાં પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત ૧૯પ૧માં કરવામાં આવી હતી. વસ્તી ગણતરીમાં હવે વસ્તી ઉપરાંત ભાષા, શિક્ષણ, સ્વાસ્થ્ય, સંસ્કૃતિ, ધર્મ, સામાજિક અને આર્થિક સ્થિતિ વગેરે અંગે પણ આંકડા એકત્રિત કરવામાં આવે છે.

Related posts

રાહુલ ગાંધીની બેઝિક ઇનકમની ગેરંટીવાળો પ્લાન શક્ય નથી : નીતિ આયોગ

aapnugujarat

વારાણસી હિંદુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની સાથે છેડતી બાદ સ્થિતિ વિસ્ફોટક બની

aapnugujarat

સંતાનની લાલચમાં પતિએ પત્નીને તાંત્રિકના હવાલે કરી

editor

Leave a Comment

UA-96247877-1