Aapnu Gujarat
બિઝનેસ

રિલાયન્સ જીયોને અબજો રૂપિયાનો ફટકો પડવાની પ્રબળ સંભાવના

દેશમાં ૪જી નેટવર્ક માટે લાવવામાં આવેલ ટેક્નિકલ સંસાધનોને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. રિલાયન્સ જિયો સહિતની કંપનીઓએ વિદેશોમાંથી આયાત કરેલા ૪જી ગિયર ઇક્વિપ્મેન્ટ કસ્ટમ ડ્યુટી અંતર્ગત આવે છે કે નહીં તે અંગે સરકાર તપાસ કરી રહી છે. જો સરકાર નક્કી કરશે કે આ પ્રકારના ઇક્વિપ્મેન્ટ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એગ્રીમેન્ટની વૈશ્વિક સંધીમાં નથી આવતા તો પછી જિયો સહિતની ટેલિકોમ કંપનીઓએ વસાવેલા આ સંસાધનો માટે કરોડો રૂપિયાની કસ્ટમ ડ્યુટી ભરવી પડશે જે હાલના સમય માટે ભારતની ટેલીકોમ્યુનિકેશન ઇન્ડસ્ટ્રીને સૌથી મોટો ઝટકો હશે.
આ મામલે જાણકારી રાખનાર એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે આ સમગ્ર મામલો સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ પાસે મોકલવામાં આવ્યો છે જેની હાલમાં ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરાઈ છે.અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, જિયોને લગભગ રૂ.૧,૦૦૦ કરોડ જેટલી ડ્યૂટી ભરવી પડશે. જોકે આ અંગે જિયોનો સંપર્ક કરવા છતા કોઈ જવાબ મળ્યો નથી.
ે જિયોએ દેશમાં ૧,૨૦,૦૦૦ શહેરોમાં પોતાના ૪જી નેટવર્ક માટે લગભગ રૂ.૭,૮૦૦ કરોડ રૂપિયાના ખર્ચે આ સંસાધનો આયાત કર્યા છે. તેમજ કંપની પોતાની આ ક્ષમતાને બમણી કરવા જઈ રહી છે ત્યારે બોર્ડ સમક્ષ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે શું આ પ્રકારના સાધનો આઇટીએ અંતર્ગત કસ્ટમ ડ્યૂટીમાં રાહત મેળવવાને લાયક છે કે નહીં? કારણકે આઇટીએમાં આ બાબતે કેટલીક અસ્પષ્ટતા જોવા મળે છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારતે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અંતર્ગત કરવામાં આવેલ આઇટીએ કરારમાં ઘણી આઇટી અને ટેલિકોમ પ્રોડક્ટ્‌સને કસ્ટમ ડ્યુટીમાંથી રાહત આપી છે. જોકે તેમાં એ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે શું આ અંતર્ગત છૂટ આપવામાં આવેલ સંસાધનોમાં જો નવી ટેક્નોલોજી આવે તો તેને છૂટ આપવામાં આવી છે કે નહીં? આઇટીએ કરાર વર્ષ ૧૯૯૬માં કરવામાં આવ્યા હતા જેના અંતર્ગત વિશ્વની ૯૭% આઇટી પ્રોડક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ આ કરારમાં જણાવવામાં આવેલ પ્રોડક્ટને સંપૂર્ણપણે ઇમ્પોર્ટ ડ્યુટીમાંથી રાહત આપવા માટે સહી કરનાર દેશોએ સહમતી દર્શાવી છે જેમાં કોમ્પ્યુટર્સ, ટેલિકોમ્યુનિકેશન ઇક્વિપ્મેન્ટ, સેમિકંડક્ટર્સ, સેમિકંડક્ટર મેન્યુફેક્ચરિંગ અને ટેસ્ટિંગ ઇક્વિપ્મેન્ટ, સોફ્ટવેર, સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ તેમજ આ બધી પ્રોડક્ટ્‌સની એસેસરી અને પાર્ટને છૂટ આપવામાં આવી છે.
દેશની ટેલિકોમ્યુનિકેશન ઇન્ડસ્ટ્રી પોતાનું નેટવર્ક અપગ્રેડ કરવામાં લાગી છે ત્યારે બીજી બાજુ ભારત પણ આઇટીએ૨ નામના એડવાન્સ કરારમાં સહી કરવાની તૈયારીઓ કરી રહ્યું છે ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ શું નિર્ણય આપે છે તેના પર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ કંપનીઓની નજર
છે.

Related posts

सुप्रीम कोर्ट ने NBCC से मांगे सुझाव, पूछा- आम्रपाली के बिना बिके फ्लैटों को कैसे बेचा जाए

aapnugujarat

ભારતીય બજાર માટે ટોયોટા અને મારુતિએ કર્યું ગઠબંધન

aapnugujarat

ભારત અને ઈથિયોપિયા વચ્ચે વેપારી સમજૂતીને મંજૂરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1