Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પાક. લાશો ગણતું હતું ત્યારે વિપક્ષ પુરાવા માંગતું હતું : ઓરિસ્સાના કોરાપુટ અને તેલગાંણામાં મોદીના વિપક્ષો ઉપર પ્રહાર

લોકસભાની ચૂંટણીને લઇને ઝંઝાવતી ચૂંટણી પ્રચાર ઉપર નિકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓરિસ્સામાં કોરાટપુરમાં જનસભાને સંબોધી હતી. મોદી મોટાભાગે આજે પણ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા ઉપર કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો ઉપર પ્રહાર કરતા નજરે પડ્યા હતા. સાથે સાથે પોતાની વિકાસ યોજનાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો. વિરોધ પક્ષોની ઝાટકણી કાઢતા તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન એકબાજુ લાશો ગણવામાં લાગેલુ હતું ત્યારે આ લોકો પુરાવા માંગી રહ્યા હતા. મોદીે કહ્યું હતું કે, વોટિંગ કરતી વેળા સમય યાદ રાખવાની જરૂર છે કે, દુશ્મનના ઘરમાં ઘુસીને મારનાર સરકાર જોઇએ છે કે પછી માથુ ઝુંકાવીને બેઠેલ સરકાર જોઇએ છે. વડાપ્રધાને કહ્યું હતું કે, બે દિવસ પહેલા જ ઓરિસ્સા ઐતિહાસિક ઉપલબ્ધિના સાક્ષી તરીકે છે. ભારત હવે અંતરિક્ષમાં પણ ચોકીદારી કરવામાં સક્ષમ બની ગયુ ંછે. આ નવા ભારતની તાકાત તરીકે છે. જેના ઉપર સમગ્ર દેશને ગર્વ છે. જે લોકોને ભારતની આ ઉપલબ્ધિ નાની લાગે છે તેમને પણ દેશના લોકો જોઇ રહ્યા છે. ૬૦ વર્ષો સુધી ગરીબોને મુશ્કેલીમાં રાખનાર અને તેમની સાથે છેતરપિંડી કરનાર રાજકીય પક્ષો હવે હચમચી ઉઠ્યા છે. આ લોકો સેના, વૈજ્ઞાનિકો અને યુવાનોની કુશળતા અને પરાક્રમ ઉપર શંકા કરી રહ્યા છે. આ પ્રકારના લોકોને બોધપાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. સેનાનું અપમાન કરનાર લોકોને બોધપાઠ ભણાવવાનો સમય છે. ખાણ માફિયા અને ચીટ ફંડ કરનાર લોકો ઓરિસ્સાનો વિકાસ કરી શકે નહીં.
પીએમે કહ્યું હતું કે, તેઓ આ વખતે સમગ્ર દેશમાં ફરીને દેશના લોકોનો આભાર માની રહ્યા છે. જો આશીર્વાદ ન મળ્યો હોત તો આ તમામ કામ કરી શકાયા ન હોત. ઉજ્જવલા યોજના હેઠળ ૪૦ લાખના ઘરોમાં ગેસ કનેક્શન પહોંચ્યા છે. ૨૪ લાખના ઘરમાં મફત વિજળી પહોંચી છે. તેમની સરકારની સફળતા માટે કોઇ ક્રેડિટ માટે જવાબદાર છે તો સામાન્ય લોકો જવાબદાર છે. ૨૦૧૪માં લોકોનો ભરપુર પ્રેમ મળ્યો હતો. લોકોની સેવા કરવા માટે દિનરાત એક કરેલા છે. કોરાપુટ પહોંચેલા મોદીએ ઓર્ગેનિક ફાર્મિંગને પ્રોત્સાહન આપનાર પદ્મ પુરસ્કારથી સન્માનિત કમલા પુજારીને મળીને તેમના આશીર્વાદ લીધા હતા. તેમણે કહ્યું હતું કે, માતા કમલાને પદ્મ પુરસ્કાર મળવા ઉપર કોરાપુટ અને ઓરિસ્સાના આદિવાસી લોકોને તેઓ અભિનંદન આપે છે. કમલાએ મંચ ઉપર આવીને મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. આવી સ્થિતિમાં તેમના આશીર્વાદ બાદ તેમને કોણ હરાવી શકે છે. બે દિવસ પહેલા જ ઓરિસ્સામાં ઐતિહાસિક સફળતા હાંસલ કરવામાં આવી છે. ઓરિસ્સામાં લોકસભાની ચૂંટણીની સાથે સથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાનાર છે. પ્રદેશની પટનાયક સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, ઓરિસ્સામાં મહિલા સુરક્ષા એક મોટો ચિંતાનો વિષય છે. રાજ્ય સરકાર મહિલાઓને સુરક્ષા આપવાના મામલામાં નિષ્ફળ રહી છે. કેન્દ્ર સરકારે આયુષ્યમાન ભારત યોજના લાગૂ કરીને ગરીબ પરિવારોને મફત સારવારની સુવિધા આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણામાં કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા. મહેબુબનગરમાં રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, આજે સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે, લોકોની સેવા કરનાર લોકો કઈ રીતે કોંગ્રેસને છોડીને જઈ રહ્યા છે. કૌભાંડોમાં ફસાયેલી કોંગ્રેસ દેશના જવાનો ઉપર પ્રશ્નો ઉઠાવે છે. પાકિસ્તાનમાં કરવામાં આવેલા હુમલાઓ અંગે પુરાવા માંગે છે. તેમણે કહ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીમાં લોકોએ જનાદેશ આપવામાં આવ્યો હતો પરંતુ અહીંની સરકારે ચૂંટણી માટે ઉતાવળ દર્શાવી હતી. કારણ કે, જ્યોતિષની સલાહ ઉપર સરકાર કામ કરી રહી હતી. જ્યોતિષિઓના કારણે રાજ્યમાં વિકાસની કામગીરી ઠપ થઇ ગઇ છે. મોદીએ ઉમેર્યું હતું કે, ભારત માતાનું અપમાન કરનાર અને બંધારણને અદ્ધરતાલ મુકી દેનાર મુસ્લિમ અનામતની વાત કરનાર લોકો હવે એક પછી એક જટિલ સ્થિતિ ઉભી કરી રહ્યા છે. તેલંગાણાના લોકોની સેવા કરવામાં આવી રહી નથી. કેસીઆર વંશવાદની રાજનીતિ અને બીજાને ખુશ કરવાની રાજનીતિ ઉપર આગળ વધી રહ્યા છે. ટીઆરએસ અને એમઆઈએમ ગઠબંધન તેલંગાણાના ફાયદા માટે નહીં બલ્કે તેમના પરિવારના ફાયદા માટે છે. કેન્દ્રની એનડીએ સરકાર તેલંગાણાના ખેડૂતો માટે, તેલંગાણાના યુવાનો માટે અને અહીંના વિકાસ માટે મદદમાં સતત આગળ રહી છે. નવા એમ્સ, સૈનિક સ્કુલો બનાવવામાં આવી છે. આનાથી પણ વિશેષ કામ થઇ શક્યુ હોત પરંતુ સરકારને વિકાસ કામોમાં રસ નથી.

Related posts

आजम खां को भू-माफिया घोषित करने पर सपा के हंगामे के बीच परिषद स्थगित

aapnugujarat

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૯૬,૬૮૨ કેસ, ૪૪૬ના મોત

editor

કર્ણાટક : પ્રથમ બજેટમાં જ ખેડૂતોની લોન માફી કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1