ક્રિકેટર ગૌતમ ગંભીરે મંગળવારે દિલ્હી હાઇકોર્ટમાં પોતાના નામનો ઉપયોગ કરવા પર એક રેસ્ટારાં-બાર સામે અરજી દાખલ કરાવી છે. ગંભીર ઇચ્છે છે કે, કોર્ટ પશ્વિમની દિલ્હી સ્થિત આ રેસ્ટોરા-બારના ટૈગલાઇનથી તેનું નામ હટાવે.આઇપીએલમાં કોલકાત્તા નાઇટ રાઇડર્સના કપ્તાન અને ટીમ ઇન્ડિયાની બહાર ચાલી રહેલા ક્રિકેટર ગૌતમ ગંભીરના નામ પર દિલ્હીની એક રેસ્ટારાં-બારમાં દારૂ વેચાઇ રહ્યો છે. દિલ્હીની ધૂંધરૂ બારમાં ગૌતમ ગંભીરના નામની ટૈગલાઇનનો ઉપયોગ કરીને દર્શકોને લોભાવવામાં આવી રહ્યાં છે. જેને લઇને ગૌતમ ગંભીરે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ગંભીર ઇચ્છે છે કે, બાર પોતાની ટૈગલાઇનથી તેનું નામ હટાવે. એક અંગ્રેજી અખબાર અનુસાર, ગૌતમ ગંભીર તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તેને ખબર પડી કે આરોપી દિલ્હીની પંજાબી બાગમાં એક રેસ્ટોરાં ચલાવી રહ્યો છે. જેની ટૈગલાઇન બાઇ ગૌતમ ગંભીર છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ ટૈગ લાઇનથી એ મેસેજ જઇ રહ્યો છે કે, આ રેસ્ટોરાં ક્રિકેટ ગૌતમ ગંભીર સાથે જોડાયેલી છે. જેના કારણે તેની છબિને ઘણું નુકશાન થઇ રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, ગૌતમ ગંભીરે જે રેસ્ટોરાં-બાર સામે ફરિયાદ કરી છે, તેના માલિકનું નામ પણ ગૌતમ ગંભીર છે. રેસ્ટોરાં-બારના માલિકનો દાવો છે કે, તેઓ પોતાના નામથી રેસ્ટોરાં-બાર ચલાવે છે. તેમણે ક્રિકેટર ગૌતમ ગંભીર દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને વાહિયત ગણાવ્યા હતા
પાછલી પોસ્ટ