Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ મ્યુનિ. તંત્રનો સપાટો : મ્જીદ્ગન્ના પ એક્સચેંજો પર તાળા માર્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના ટેકસ વિભાગની ટીમ દ્વારા આજે સવારે બીએસએનએલના લાખો રૂપિયાના બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે વિવિધ પાંચ ટેલિફોન એકસચેન્જને તાળાં મરાતાં બીએસએનએલના ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી ગઇ છે. કમિશનર વિજય નહેરાના તાકીદના પગલે ટેકસ વિભાગે સરકારી અને અર્ધ સરકારી ઓફિસો સામે બાકી ટેકસના મામલે કડકાઇથી કાર્યવાહી હાથ ધરી છે. અમ્યુકોની આકરી કાર્યવાહીને પગલે બીએસએનએલ વર્તુળમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. પશ્ચિમ ઝોનની ટેકસ વિભાગની વિવિધ ટીમ દ્વારા આજે સવારથી બીએસએનએલના કુલ પાંચ ટેલિકોન એકસચેન્જને બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલાત ઝુંબેશ હેઠળ સીલ મારવાની કામગીરી હાથ ધરાઇ હતી. રેલવે, પોસ્ટ, પોલીસ વિભાગની જેમ બીએસએનએલ સરકારી વિભાગ હોઇ બીએસએનએલના સત્તાવાળાઓ બાકી પ્રોપર્ટી ટેક્સની સમયસર ભરપાઇ કરવાના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનને રીતસરના ટટળાવતા હતા. એક અંદાજ પ્રમાણે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિભિન્ન મિલકતોનો રૂ.પ૦થી ૭૦ કરોડનો પ્રોપર્ટી ટેક્સ તંત્રના ચોપડે ઉધાર બોલે છે. બીજી તરફ સામાન્ય વેપારીના રૂ.૧૦થી ર૦ હજારના બાકી ટેકસની વસૂલાત માટે તેમની દુકાન કે ઓફિસને તાળાં મારવા દોડી જનાર ટેકસ વિભાગ સામે વેપારી વર્ગ ઉપરાંત ભાજપના શાસકો પણ નારાજ થયા છે. ગઇકાલે મળેલા મ્યુનિસિપલ બોર્ડમાં તંત્ર દ્વારા આડેધડ રીતે કરાતી સીલિંગ ઝુંબેશ સામે ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ રોષ વ્યકત કર્યો હતો. જો કે,મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ગયા ગુરુવારે મળેલી ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં સરકારી કે અર્ધ સરકારી મિલકતોનો ટેકસ બાકી હોય તો તે માટે તાકીદે ફોલોઅપ કરીને તેની રિકવરી કરવાનો કડક આદેશ તમામ ઝોનના ડેપ્યુટી કમિશનર અને ટેકસ વિભાગના વડાને આપ્યો હતો. દક્ષિણ ઝોનમાં ગયા સોમવારે પોલીસ વિભાગ પાસેથી દાણીલીમડા, બહેરામપુરા સહિતના વિભિન્ન પોલીસ સ્ટેશનના બાકી પ્રોપર્ટી ટેક્સ પેટે રૂ.૬૦ લાખ વસૂલાયા હતા. જ્યારે આજે સવારે પશ્ચિમ ઝોનના ટેકસ વિભાગ દ્વારા નવરંગપુરા ટેલિફોન એકસચેન્જને રૂ.૧.૩૦ કરોડના બાકી ટેકસ, ગુલબાઇ ટેકરા ટેલિફોન એકસચેન્જને રૂ.૯૩.ર૭ લાખ, વસ્ત્રાપુર ટેલિફોન એકસચેન્જને રૂ.૩૦.ર૪ લાખ, નારણપુરા ટેલિફોન એકસચેન્જને રૂ.ર૧.ર૦ લાખ અને વાસણા ટેલિફોન એકસચેન્જને રૂ.૧૯.૮૬ લાખ મળીને આશરે કુલ રૂ.ત્રણ કરોડના બાકી ટેકસ માટે તાળાં મરાયાં હતાં. આજે સવારથી જ આ તમામ મહત્ત્વના ટેલિફોન એકસચેન્જને સીલ કરાતાં બીએસએનએલના ઉચ્ચ અધિકારીઓ સીલ ખોલાવવા માટે દોડતા થઇ ગયા હતા. આ પાંચ ટેલિફોન એકસચેન્જ ઉપરાંત વાસણાના સારાંશ પાર્ટી પ્લોટ પર પણ તંત્ર ત્રાટકયું હતું અને આ પાર્ટી પ્લોટને રૂ.૧૬.૪ર લાખના બાકી ટેક્સ માટે સીલ કર્યો હતો. દરમિયાન પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગના વડા દીપક પટેલે જણાવ્યું કે, બીએસએનએલનાં પાંચ એક્સચેન્જને બાકી પ્રોપર્ટી ટેક્સ ઝુંબેશ હેઠળ આજે સવારે સીલ કરાયાં છે. જ્યારે વસ્ત્રાપુરના એમ્યુઝમેન્ટ પાર્ક પાસેથી રૂ.૧૦.પ૦ લાખના અને રખિયાલના નેશનલ હેન્ડલૂમ હાઉસ પાસેથી રૂ.ર૭.પ૦ લાખ, વસ્ત્રાલના ફોર્ડ કાર શો રૂમનો રૂ.૧૦ લાખ, થલતેજના ગણેશ હાઉસિંગ કોર્પોરેશનનો રૂ.૧ર લાખ, બોડકદેવમાં સિંધુ ભવન રોડની અમદાવાદ રેકેટ એકેડેમીનો રૂ.૧પ લાખનો બાકી ટેકસ વસૂલાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા ગઇ કાલે વધુ ૧ર૭૭ મિલકતને સીલ મારીને વધુ રૂ.૯.૩૯ કરોડનો ટેકસ વસૂલાયો હતો. અત્યાર સુધીમાં તંત્રને ટેકસ આવક પેટે રૂ.૮૬૦.૩૧ કરોડ મળ્યા હોઇ માર્ચ એન્ડિંગના છેલ્લા પાંચ દિવસમાં સુધારિત રૂ.૯૦૦ કરોડના લક્ષ્યાંકને મેળવવા માટે વધુ રૂ.૪૦ કરોડની આવક મેળવવી પડશે.

Related posts

રેલી કરી હાર્દિકે, ખર્ચ ગણાયો કોંગ્રેસના ઉમેદવારોના ખાતામાં ! : સુરત ચૂંટણી તંત્રનું ૫ગલુ

aapnugujarat

ગૌતમ અદાણી ગુજરાતમાં 5 વર્ષમાં બે લાખ કરોડનું રોકાણ કરશે, એક લાખ જોબ સર્જાશે

aapnugujarat

જીતુ વાઘાણી પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1