Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શત્રુઘ્ન સિંહાએ વરિષ્ઠ નેતા અડવાણીનો બચાવ કર્યો

ભાજપના સૌથી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની ટિકિટ કપાતા ભાજપના સાંસદ શત્રુધ્ન સિંહાએ ટ્‌વીટ કરીને વડાપ્રધાન મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પર પ્રહારો કર્યા હતા. તેમણે ન્યૂટનનો ત્રીજો નિયમ યાદ અપાવતા જણાવ્યું હતું કે, દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે.શત્રુધ્ન સિંહાએ અડવાણીને પિતા સમાન ગણાવતા તેમની ટિકિટ અમિત શાહને અપાતા નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ટ્‌વીટ કરીને લખ્યું હતું કે, સરજી, રાફેલ બાબા, ચાળીસ ચોકીદારનો રોલ નિભાવવાને બદલે કાંઈક કરો, સુધારો કરવા માટે કોઇ પગલા લો. નુકસાની ભરપાઇ કરવા માટે કાંઇક પગલાં લો. આ દુઃખદ અને શરમજનક છે…. તમારા લોકોએ જે કર્યું, તેની આશંકા પહેલેથી હતી… પાર્ટીના સૌથી આદરણીય મિત્ર અને દાર્શનિક, માર્ગદર્શક, પિતા સમાન અડવાણીને નિવૃત્તિ માટે વિવશ કરવામાં આવ્યા.તેમણે જણાવ્યું હતું કે અમિત શાહ પાસે લાલકૃષ્ણ અડવાણી જેવી ના તો છબિ છે અને ના તો કદ. આ જાણી જોઇને કરવામાં આવ્યું છે. તેઓ પિતા સમાન છે. તેમની સાથે આ વલણની મંજૂરી આપી શકાય નહીં. તમે અને તમારા લોકોએ જે મારી સાથે કર્યું તે સહનીય છે. હું ઉત્તર આપવા માટે સક્ષમ છું. ન્યૂટનનો ત્રીજો નિયમ યાદ રાખજો. દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે. યશવંત સિંહા, અરુણ શૌરી અને હવે લાલકૃષ્ણ અડવાણી સાથે જે થયું, તેને લોકો જોઇ રહ્યા છે. આ એક વ્યક્તિ અને બે લોકોની કંપની દ્વારા કરવામાં આવે છે. જય હિંદ.

Related posts

ઉપેન્દ્ર કુશવાહાએ ભાજપની સરખામણી રામલીલાના સીતા માતાના પાત્ર સાથે કરી

aapnugujarat

ચારધામ માટેની યાત્રા ૧૯ નવેમ્બરે પરિપૂર્ણ થઇ જશે

aapnugujarat

એક સાથે ચૂંટણી : સરકાર દ્વારા શરૂ કરાયેલા હિસાબ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1