Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

જેટ સામે સંકટ : ૪૧ વિમાન ઓપરેશનમાં

નાણાંકીય સંકટનો સામનો કરી રહેલી જેટ એરવેઝની હાલત કફોડી બનેલી છે. જેટ એરવેઝમાં હવે માત્ર ૪૧ વિમાન ઓપરેશનમાં છે. વિમાનની સંખ્યામાં વધુ ઘટાડો થઇ શકે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને આજે કહ્યું હતું કે, હાલમાં જેટ એરવેઝના માત્ર ૪૧ વિમાનો જ ઓપરેશનમાં છે. તેના વિમાનોની મૂળ સંખ્યા ૧૧૯ છે જે પૈકી એક તૃતિયાંશ વિમાનો ઉડ્ડયનમાં છે. દેવામાં ડુબેલા જેટ એરવેઝની હાલત દિન પ્રતિદિન ખરાબ થઇ રહી છે. દેવામાં ડુબેલી એરલાઈન્સ હાલમાં દેવાદારો અને પોતાના મોટા ભાગીદાર ઇતિહાદ એરવેઝની સાથે રેસ્ક્યુ ડિલને લઇને આશાવાદી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનનું કહેવું છે કે, સ્થિતિ ગંભીર બનેલી છે. આગામી દિવસોમાં જેટ પોતાના વિમાનોની સંખ્યાને ઘટાડી શકે છે. રોકડ કટોકટીનો સામનો કરી રહેલી જેટ એરવેઝે આજે વધુ ચાર વિમાનોની સેવા રોકી દીધી હતી. ભાડાપટ્ટા ઉપર લેવામાં આવેલા વિમાનોના ભાડા ચુકવી શકાયા નથી. આવી સ્થિતિમાં વિમાનોના ઓપરેશનને રોકી દેવામાં આવ્યું છે. તેના માત્ર ૪૧ વિમાનો જ ઓપરેશનમાં છે. આજ કારણસર તેમની તમામ ફ્લાઇટો રદ કરી દેવામાં આવી છે. જેટ એરવેઝ સામે હાલ ૬૮૯૫ કરોડ રૂપિયાથી પણ વધુનું દેવું છે. આવી સ્થિતિમાં તે બેંકો, સપ્લાયરો, પાયલોટોને સમયસર નાણાં ચુકવી શકવામાં પણ નિષ્ફળ છે. આમાથી કેટલાક કંપનીઓએ એરલાઈન્સની સાથે સમજૂતિ રદ કરી દીધી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, પાયલોટ, કેબિન ક્રૂ, ગ્રાઉન્ડ સ્ટાફ જે કોઇપણ રીતે સેવા માટે જરૂરી હોય છે તે લોકો ફરજને લઇને બેદરકારી દાખવી રહ્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, જેટ એરવેઝે પોતાના વિમાનોને નિયમિતરીતે મેઇન્ટેનન્સમાંથી પસાર કરવા જોઇએ. બીજી બાજુ નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ આજે કહ્યું હતું કે, જેટના મામલે પોતાના મંત્રાલય સાથે વાતચત કરવામાં આવી છે. સુરેશ પ્રભુએ આ સંકેત એવા સમયે આપ્યો છે જ્યારે દેવાના ભારે બોજમાં ડુબેલી જેટ એરવેઝે મોટી સંખ્યામાં વિમાનોની સેવા રોકી દીધી છે.
આજ કારણસર તેની તમામ ફ્લાઇટો રદ થઇ ચુકી છે. એડવાન્સ બુકિંગ, ફ્લાઇટો રદ કરવાની સ્થિતિમાં રિફંડ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માટે કહેવામાં આવ્યું છે. સાથે સાથે જેટને લઇને તરત રિપોર્ટ આપવા ડીજીસીએને કહેવામાં આવ્યું છે.

Related posts

તિરસ્કારના કેસમાં તેજસ્વી, અન્ય આરજેડી નેતા ફસાયા

aapnugujarat

કાશ્મીરમાં ૨૭૫થી વધુ ત્રાસવાદી સક્રિય હોવાનો દાવો

aapnugujarat

રામલીલા મેદાનમાં આજથી ભાજપની બે દિનની મિટિંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1