દેશભરમાં પોલીસ દળમાં હાલમાં ૨૪.૮ ટકા જગ્યા ખાલી છે અને આ જગ્યાને ભરવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. કેન્દ્રમાં મોદી સરકારે કબુલાત કરી છે કે દેશના જુદા જુદા રાજ્યો અને કેન્દ્ર શાષિત પ્રદેશોમાં મોટી સંખ્યામાં પોલીસ દળમાં જગ્યાઓ હાલ ખાલી છે. આનો મતલબ એ થયો કે હજુ ખાલી જગ્યાઓની સંખ્યા આના કરતા પણ હવે વધારે છે. લોકસભામાં સરકારે હાલમાં બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના આંકડાના આધાર પર કહ્યુ હતુ કે તમામ રાજ્યોમાં મોટી સંખ્યામાં પોલીસ જગ્યા ખાલી રહી હતી. તમામ રાજ્યો અને કેન્દ્ર શાષિત પ્રદેશોમાં પોલીસ જવાન માટે મંજૂર કરવામાં આવેલા પદની સંખ્યા ૨૨૦૯૦૨૭ હતી. જેની સામે ૧૬૬૦૬૬૬ કર્મચારીઓ સેવામાં રહ્યા છે. આનો મતલબ એ થયો કે દેશમાં ૫૪૮૩૬૧ જગ્યાઓ ખાલી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને લઇને દેશના મોટા ભાગના રાજ્યોમાં હાલમાં પ્રશ્નો ઉઠતા રહ્યા છે. સુરક્ષા પાસાને વધારી દેવા હવે ખાલી જગ્યાઓને વહેલી તકે ભરી દેવાની જરૂર છે. કારણ કે ત્રાસવાદી હુમલાનો ખતરો અગાઉ કરતા હવે વધારે રહેલો છે. બીજી બાજુ મહિલાઓની સુરક્ષા અને અન્ય ગુનાઓને રોકવા માટે પણ પુરતી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ રહે તે જરૂરી છે. કેન્દ્ર સરકારે વારંવાર કહ્યું છે કે ખાલી જગ્યાઓને ભરી દેવાની જરૂર છે. પુરતી સંખ્યામાં પોલીસ જવાન હોવાની સ્થિતીમાં રાહત મળશે.મોદી સરકારે ખાલી જગ્યાઓ ભરવા માટે સક્રિય પ્રયાસો હાથ ધર્યા છે. સુરક્ષા દળમાં ખાલી જગ્યા ભરવાને લઇને પહેલાથી જ જુદા જુદી સંસ્થાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી ચુકી છે.