Aapnu Gujarat
મનોરંજન

મારો અને કાર્તિકનો લીપ લૉક કરતો ફોટો ફેક છે : સારા

અભિનેત્રી સારા અલી ખાને એવી સ્પષ્ટતા કરી હતી કે મારી અને કાર્તિકની વચ્ચે કોઇ સંબંધ નથી. અમે લવ આજ કલ ટુ સાથે કરી રહ્યાં છીએ એ માત્ર પ્રોફેશનલ બાબત છે. એ સિવાય અમારી વચ્ચે કશું નથી.
ફિલ્મ સર્જક-અભિનેતા અરબાઝ ખાનના ટીવી ચેટ શોમાં હાજર થયેલી સારાને અરબાઝે કહ્યું કે તાજેતરમાં તમારા કાર્તિક સાથે બે ફોટોગ્રાફ સોશ્યલ મિડિયા પર વાઇરલ થયા હતા. એકમાં તમે બંને એકબીજાનો હાથ પકડીને ઊભેલાં દેખાતાં હતાં અને બીજામાં તમે બંને લીપ લૉક કરી રહ્યાં હતાં.
સારા તરત ખડખડાટ હસી પડી હતી. એણે કહ્યું કે તમે અભિનેતા ફિલ્મ સર્જક થઇને ભરમાઇ ગયા કે ? આ બંને ફોટા ટેક્નોલોજીની મદદથી મિક્સ કરાયા છે. બે જુદી જુદી વ્યક્તિના ફોટોગ્રાફને ટેક્નોલોજીની મદદથી મારી સાથે જોડી દેવામાં આવ્યા હતા. બંને ફેક છે. મારો હાલ કોઇની સાથે અફેર ચાલી રહ્યો નથી.
કાર્તિક સાથે લીપ લોક કરવાની વિડિયો ક્લીપ વિશે સારાએ એવો ખુલાસો કર્યો હતો કે હકીકતમાં આ ક્લીપ લવ આજ કલ ટુના સેટ પર તૈયાર કરાઇ હતી. કાર્તિક આર્યન ફેનપેજ ના નામે આ વિડિયો ક્લીપ તૈયાર કરાઇ હતી.

Related posts

किसानों के बारे में बोलने पर मुझे रेप की धमकियां मिल रहीं : कंगना

editor

કોલકાતાની મોડલ સરસ્વતીએ આત્મહત્યા કરી

aapnugujarat

‘जंगली’ के लिए विद्युत ने खुद किए बाइक स्टंट्‌स

aapnugujarat

Leave a Comment

UA-96247877-1