Aapnu Gujarat
મનોરંજન

ધોની મારો સૌથી પ્રિય ખેલાડી : સની લિયોની

આમ તો એમએસ ધોનીની દીવાની આખી દુનિયા છે, પરંતુ આ લિસ્ટમાં હવે એક બોલીવુડ એક્ટ્રેસનું નામ પણ જોડાયું છે. આ કોઇ અન્ય નહીં, પરંતુ સની લિયોની છે. આ વાતનો ખુલાસો ખુદ સની લિયોનીએ કર્યો છે. સની લિયોનીએ કહ્યું કે ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની તેનો સૌથી પ્રિય ખેલાડી છે, કેમ કે તે એક પારિવારિક આદમી છે. એક વેબસાઇટ લૉન્ચિંગ પરથી પુછવામાં આવ્યું કે તેનો સૌથી મનગમતો ખેલાડી કયો છે? તો સનીએ આ પ્રશ્નનો જવાબ સુંદર રીતે આપ્યો.
સનીએ કહ્યું કે, “મને લાગે છે કે મારો મનગમતો ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની છે. તેમની પાસે એક સુંદર બાળક છે, શું નથી? હું ધોનીની તસવીર તેની દીકરી સાથે જોઉં છું, આ કારણ છે કે તે મને ઘણો જ પસંદ છે, કેમ કે તે એક પારિવારિક વ્યક્તિ છે.” જો કે આ કોઇ પહેલીવાર નથી કે કોઇ બોલીવુડ એક્ટ્રેસ ધોનીની ફેન હોય. ધોની અવાર-નવાર તેની દીકરી ઝિવા સાથેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતો હોય છે. ફેન્સને ઝિવા અને ધોનીનાં ક્યૂટ વિડીયો અને તસવીરો ઘણી જ પસંદ આવે છે. ઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયા સામેની અંતિમ બે મેચોમાં ધોનીની બહાર કરવામાં આવ્યો હતો.

Related posts

સોનુ સૂદ રીઢો ગુનેગાર : બીએમસીનો હાઇકોર્ટમાં જવાબ

editor

રિલેશનશીપમાં રહેવા તૈયાર નથી : કેટરીના

aapnugujarat

સોનુ સૂદે રોહિતની સિનેમા માટેની સમર્પિતતાને બિરદાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1