Aapnu Gujarat
રાષ્ટ્રીય

પબજીની લતમાં પડ્યો ૧૫ વર્ષનો છોકરો, પિતાનાં રૂ. ૫૦,૦૦૦ ઉડાવ્યાં

પંજાબના જલંધરમાં ૧૫ વર્ષના છોકરાએ પબજી કંન્ટ્રોલર, કસ્ટમાઇઝ સ્કિન, કોસ્ટ્યૂમ ખરીદવા માટે પિતાના બેંક એકાઉન્ટમાંથી ૫૦ હજાર ચોરી લીધા. છોકરાના પિતાએ ૨૦ જાન્યુઆરીએ ફરિયાદ કરી ત્યારે આ મામલો સામે આવ્યો. તેમની ફરિયાદમાં જણાવ્યું કે પૈસા ચોરી કરવા પર તેમની પાસે કોઇ ઓટીપી નથી આવ્યો અને ટ્રાન્ઝેકશનનો કઇ એસએમએસ પણ નથી આવ્યો. પોલીસે આ મામલો દાખલ કર્યો અને તપાસ શરુ કરી તો એકાઉન્ટમાંથી પૈસા એક એટીએમ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ ગયા.આઇબી ટાઈમ્સ અનુસાર, જ્યારે સ્થાનિક પોલીસે પેટીએમ ઓફિસિયલની પૂછપરછ કરી તો ખરીદદારી કરનારનો ફોન નંબર અને ઘરના સરનામાની ખબર સામે આવી, જેને ટ્રેક કરી લેવામાં આવ્યું, જે તેના ૧૦માં ધોરણમાં ભણતા છોકરાએ કર્યુ હતુ.પોલીસની તપાસમાં છોકરાએ સ્વીકાર્યુ કે તેણે તેના પિતાના એકાઉન્ટમાંથી મોડી રાત્રે ટ્રાન્ઝેક્શન કર્યુ અને ફોનથી ઓટીપી લીધા બાદ તેને ડિલીટ કરી નાખ્યો. જેથી સવારે ઉઠીને તેના પિતાને કોઇ જાણ ન થાય. ત્યારબાદ તેને આ પૈસા તેમના મિત્રને પેટીએમ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા અને ફરી તેમણે પબજીનો સામાન ખરીદો. હાલમાં છોકરાએ પૈસા કાઢવાની જાણ થતા તેના પિતાએ ફરિયાદ પરત ખેંચી લીધી.આ ઉપરાંત, પબજી સાથે જોડાયેલ અનેક અન્ય ઘટનાઓ પણ સામે આવી હતી. મધ્યપ્રદેશના ભોપાલમાં એક યુવક પબજી ગેમ રમવામાં એટલો તલ્લીન થઇ ગયો કે પાણીની જગ્યાએ એસિડ પી લીધુ. યુવકની હાલત ખરાબ થવા પર તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યા ડોકટરોએ તેને બચાવી લીધો. મીડિયા રિપોર્ટસ અનુસાર યુવક છિંદવાડાનો રહેવાસી હતો અને તે હાલ ભોપાલમાં રહે છે. યુવક તેમના ઘરમાં પબજી ગેમ રમી રહ્યો હતો. ગેમ રમવા દરમિયાન તેમણે પાણી માંગ્યુ, તો કોઇએ તેને પાણી ન આપ્યુ. તે ગેમ રમતા રમતા પાણી પીવા ગયો. યુવક ગેમ રમવામાં એટલો મશગુલ હતો કે તેને પાણીની જગ્યાએ એસિડ પી લીધુ.

Related posts

कपिल मिश्रा भाजपा में हुए शामिल

aapnugujarat

Indian Army can defeat Pakistan in 10 days : PM Modi

aapnugujarat

कोरोना वैक्सीन 2021 का रक्षक होगा : बायोकॉन सीईओ

editor

Leave a Comment

UA-96247877-1