અરૂણાચલ પ્રદેશમાં ઢોલા અને સાદિયા વચ્ચે એશિયાના સૌથી લાંબા ભૂપેન હઝારિકા પુલના ઉદ્વાટનથી ચીનની ચિંતા વધી ગઇ છે.
ચીને સોમવારે ભારતને કહ્યું કે, ભારતે અરૂણાચલ પ્રદેશમાં સાવધાની અને સંયમથી કામ લેવું જોઇએ.ચીને અરૂણાચલ પ્રદેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચર વધારવાના મુદ્દે ભારતને ચેતવણી આપી છે. ચીને કહ્યું છે કે, ભારતે અરૂણાચલમાં માળખાગત નિર્માણને લઇને સાવધાની અને સંયમતા દાખવવી જોઇએ.
ચીનનું આ નિવેદન તે સમયે આવ્યું છે કે, જ્યારે શુક્રવારે વડાપ્રધાન મોદીએ આસામમાં ઢોલા અને સાદિયા વચ્ચે એશિયાના સૌથી લાંબા ભૂપેન હઝારિકા પુલનું લોકાર્પણ કર્યું હતુ. આ પુલ આસામ અને અરૂણાચલ પ્રદેશને જોડે છે. જેનાથી ભારત સામરિક દ્રષ્ટીએ અરૂણાચલ અને પૂર્વોતર રાજ્યોમાં મજબૂત બન્યું છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે આશા રાખીએ કે સરહદી વિવાદના અંતિમ સમાધાન પહેલા ભારતે સાવધાની અને સંયમતા દાખવવી જોઇએ. ચીનના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, ચીન ભારત સરહદના પૂર્વ ભાગને લઇને ચીનની સ્થિતિ ઘણા લાંબા સમયથી સ્પષ્ટ છે. ચીન અને ભારતે સરહદ વિવાદને વાતચીત દ્વારા ઉકેલવો જોઇએ. આ પૂલ અરૂણાચલ પ્રદેશને જોડે છે અને ચીન અરૂણાચલને વિવાદિત ક્ષેત્ર માને છે. તેને ચીન દક્ષિણ તીબેટનો ભાગ ગણાવે છે.
પાછલી પોસ્ટ