Aapnu Gujarat
ગુજરાત

મોદીએ સિવિલ ખાતે ચાર બિલ્ડિંગનું કરેલું ઉદ્‌ઘાટન

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સંચાલિત મેડીસીટી (સિવિલ હોસ્પિટલ કેમ્પસ,અમદાવાદ) ખાતે શ્રેષ્ઠ સારવાર માટે અદ્યતન સુવિધાઓ સાથેની નવનિર્મિત મહિલા, બાળ અને સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ (જીસીઆરઆઇ), આંખની હોસ્પિટલ અને ડેન્ટલ હોસ્પિટલનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ગરીબ અને જરૂરિયામંદ દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓ માટે વિશ્વકક્ષાની હાઇટેક અને સુપરસ્પેશ્યાલિટી સેવા આ અદ્યતન મેડિસીટી ખાતે ઉપલબ્ધ બનશે. આશરે રૂ.બે હજાર કરોડના ખર્ચે તૈયાર થયેલી આ મહિલા, બાળ અને સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, આંખની હોસ્પિટલ અને દાંતની હોસ્પિટલ વિજ્ઞાન, ટેકનોલોજી અને તબીબીજગતનો અનોખો સમન્વય છે, જે સાચા અર્થમાં ગરીબ અને નબળા વર્ગના દર્દીઓ માટે આશીર્વાદ સમાન બની રહેશે. વડાપ્રધાન મોદી દ્વારા મેડિસીટીના લોકાર્પણ પ્રસંગે સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકર, રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા, આરોગ્ય રાજયમંત્રી કિશોર કાનાણી, ભાજપના સાંસદ કિરીટસિંહ સોલંકી, પરેશ રાવલ સહિતના મહાનુભાવો હાજરી રહ્યા હતા. મેડિસીટી(સિવિલ હોસ્પિટલ કેમ્પસ) અમદાવાદ ખાતે શ્રેષ્ઠ સારવાર માટે અદ્યતન સાધન-સુવિધાઓ સાથેની વિશ્વકક્ષાની હોસ્પિટલો નવનિર્મિત કરાઇ છે, જેનું આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. આ અંગે સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકરે વધુમાં જણાવ્યું હતું કે, મહિલા, બાળ અને સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં મહિલા અને બાળકો માટે ૬૦૦ પથારીઓ ઉપલબ્ધ રહેશે, જેમાં ૧૦૦એનઆઇસીયુ પથારીઓનો પણ સમાવેશ થાય છે. આ સિવાય, સુપર સ્પેશ્યાલિટી માટે ૬૦૦ પથારીઓ, પીડિયાટ્રીક સર્જરી, ન્યુરો મેડિસીન, ન્યુરો સર્જરી, સીટીવીએએસ, એન્ડોક્રાઇનોલોજી, સ્પાઇન એન્ડ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, જીરિયાટ્રિક, સ્પોર્ટસ મેડિસીન, રૂમેટોલોજીની સારવાર, ૨૭ મોડયુલર ઓપરેશન થિયેટર, સંપૂર્ણપણે ઓટોમેટેડ સીએસએસડી(ઓપરેશનના સાધનો, કપડાં વગેરે જંતુરહિત કરવાનો સુવિધા) દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓને સારવાર ઉપલબ્ધ હશે. આ જ પ્રકારે કેન્સર હોસ્પિટલ(જીસીઆરઆઇ) ખાતે ૫૦૦ પથારીવાળી સુવિધા અને સારવાર ઉપલબ્ધ બનશે. ઉપરાંત, ૧૯ હાઇ એન્ડ ઓપરેશન થિયેટર, હાઇટેક સાધનો જેમ કે, ૩ટી એમઆરઆઇ, સાયબર નાઇફ, થ્રી સ્ટાર ગ્રીન રેટીંગ બિલ્ડીંગ, લોહીના નમૂનાઓ અને દવાઓના પરિવહન માટે આધુનિક ન્યુમેટીક સીસ્ટમ સહિતની અદ્યતન સુવિધા કેન્સરના દર્દીઓ માટે ઉપલબ્ધ બનાવાઇ છે. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકરે ઉમેર્યું કે, આંખની હોસ્પિટલમાં રાજયમાં ૨૫૫ પથારીવાળી આંખની અદ્યતન હોસ્પિટલ પણ આંખ અને તેને લગતા રોગો માટે દર્દીઓ અને તેમના સગાવ્હાલા માટે ભારે આશીર્વાદસમાન બની રહેશે. કોર્નિયા, રેટિના, કોમ્યુનિટી ઓપ્થાલોમોલોરજી, ઓક્યુલોપ્લાસ્ટી, સ્કિવન્ટ અને ગ્લુકોમા માટે સુપર સ્પેશ્યાલિટી કલીનીક્સ, ૧૦ હાઇ એન્ડ ઓપરેશન થિયેટર, બે મોડયુલર ઓપરેશન થિયેટર સહિત આઇ બેન્ડ અને ઓપ્ટોમેટ્રી સ્કૂલની હાઇટેક સુવિધા સેવા ઉપલબ્ધ બનાવાઇ છે. જયારે દાંતની હોસ્પિટલમાં અત્યાધુનિક ૩૬૦ ડેન્ટલ ચેર સાથે અદ્યતન સુવિધા ઉપલબ્ધ બનાવાઇ છે. જેમાં બાળકોના દાંતની સારવાર માટે અલાયદો વિભાગ બનાવાયો છે. આ હાઇટેક દાંતની હોસ્પિટલમાં દાંતના તમામ રોગોની અદ્યતન સારવાર જેવી કે, પેઢાના રોગો, વાંકા-ચૂંકા દાંતની સારવાર, ઓરલ કેન્સર, પ્રિ-કેન્સરનું નિદાન, ઇમ્પ્લાન્ટ અને કોસ્મેટિક ડેન્ટીસ્ટ્રી સહિતની તમામ પ્રકારની દાંતની સારવાર દર્દીઓને પૂરી પાડવામાં આવશે.

Related posts

હિંમતનગર ખાતે શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા ૨૩મા મહોત્સવની ઉજવણી કરાઈ

aapnugujarat

લોકડાઉનમા થતી કામગીરી અંગેની જાણકારી મેળવતા જીલ્લા કલેકટર શ્રી અજય પ્રકાશ

editor

होमगार्ड के सस्पेंडेड सीनियर कमांडेंट के विरूद्ध शिकायत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1