Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

મસૂદને હવે આર્મી કેમ્પથી અન્યત્ર શિફ્ટ કરી દેવાયો

ત્રાસવાદી સંગઠન જેશે મોહમ્મદના લીડર મસુદ અઝહરના મોતના અહેવાલ વચ્ચે જુદા જુદા હેવાલ આવી રહ્યા છે. હવે એવા હેવાલ આવ્યા છે કે મોતના અહેવાલ અને અફવા વચ્ચે પાકિસ્તાની સેનાએ તેને ગઇકાલે સાંજે સાત વાગ્યાની આસપાસ મસુદને રાવલપિંડી સ્થિત બેઝ હોસ્પિટલામાંથી બહાવલપુરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. અઝહરને બહાવલપુરમાં શિફ્ટ કરવાના અહેવાલને લઇને પણ સસ્પેન્સની સ્થિતિ છે. સુત્રોએ કહ્યુ છે કે જે વખતે અઝહરના મોતના હેવાલ આવી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની સેનાએ તેને ગૌથ ગની સ્થિત જેશના કેમ્પમાં શિફ્ટ કરી દીધો હતો. મોતના અહેવાલ વચ્ચે જેશે મસુદ જીવિત હોવાનો દાવો કર્યો છે. જેશે નિવેદન જારી કરીને કહ્યુ છે કે તે જીવિત છે. જેશે બાલાકોટ સ્થિત ટ્રેનિંગ સેન્ટર પર ભારત દ્વારા કરવામાં આવેલા હુમલાની વાત પણ સ્વીકારી લીધી છે.પંજાબના બહાવલપુરના નિવાસી મૌલાના મસુદ અઝહરે ૨૦૦૦માં જૈશની રચના કરી હતી. ૫૦ વર્ષીય મસૂદને ઇન્ડિયન એરલાઈન્સના આઈસી ૮૧૪ વિમાન અને બાનમાં લેવામાં આવેલા ભારતીય યાત્રીઓના બદલે એ વખતની સરકારને છોડવાની ફરજ પડી હતી. ૨૦૦૧માં સંસદ પર અને જમ્મુ કાશ્મીર વિધાનસભામાં આત્મઘાતી હુમલા, પઠાણકોટ એરબેઝ હુમલામાં તે મુખ્ય ભેજાબાજ તરીકે રહ્યો છે. મોતને લઇને બે પ્રકારના દાવા થઇ રહ્યા છે જે પૈકી એકમાં જણાવવામાં આવ્યું છે કે, લીવર કેન્સરના કારણે તેનું મોત થઇ ગયું છે જ્યારે બિન સત્તાવાર અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય હવાઈ દળના હુમલામાં તેનું મોત થયું છે. એવો પણ દાવો કરાયો હતો કે, આ હુમલામાં મસુદ ગંભીરરીતે ઘાયલ થયો હતો ત્યારબાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનુ મોત થયુ હતુ. જૈશે મોહમ્મદે આક્ષેપ કરતા કહ્યું છે કે, ઇમરાન સરકાર હવે મુશર્રફની પોલિસી ઉપર આગળ વધી રહી છે. આજે જારી કરવામાં આવેલા નિવેદનમાં જૈશે કહ્યું હતું કે, ઇમરાન સરકાર ત્રાસવાદીઓ સામે કઠોર વલણ અપનાવી રહી છે. અમેરિકાએ પાકિસ્તાનને આતંકવાદ સામે કાર્યવાહી કરવા માટે કહ્યું હતું ત્યારબાદ મુશર્રફે પણ ત્રાસવાદી સંગઠનો સામે કાર્યવાહી કરી હતી. જૈશે પોતાના નિવેદનમાં ઇમરાન સરકારની ટિકા કરીને કહ્યું છે કે, ઇમરાન સરકારે પહેલા ભારતીય પાયલોટને મુક્ત કર્યો હતો ત્યારબાદ મદરેસાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઇમરાન ખાન ભારત પ્રત્યે નરમ વલણ અપનાવી રહ્યા છે.

Related posts

વિમાન હાઈજેક માટે ધમકી બાદ દેશના તમામ એરપોર્ટ પર એલર્ટ

aapnugujarat

વિમાની યાત્રા ૧૦૦ રૂપિયા સુધી મોંઘી : યાત્રી પર બોજ

aapnugujarat

ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1