Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ત્રાસવાદી અડ્ડાઓના ટાર્ગેટ પર જ બોમ્બ ઝીંકાયા હતા : ધનોવા

પાકિસ્તાનના બાલાકોટમાં ત્રાસવાદી સંગઠન જૈશે મોહમ્મદના અડ્ડાઓ ઉપર ભીષણ હવાઈ હુમલા કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન અને કોંગ્રેસ પાર્ટીના થઇ રહેલા પ્રશ્નો વચ્ચે હવાઈ દળના વડા બીએસ ધનોવાએ સ્પષ્ટ માહિતી આપી હતી. ધનોવાએ કહ્યું હતું કે, તમામ બોંબ નક્કી કરવામાં આવેલા લક્ષ્ય ઉપર ઝીંકવામાં આવ્યા હતા. હવાઈ હુમલા બાદ પોતાની પ્રથમ પત્રકાર પરિષદમાં હવાઈ દળના વડા બીએસ ધનોવાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, એરફોર્સે સફળતાપૂર્વક ટાર્ગેટને હિટ કરવામાં સફળતા મેળવી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાની એફ-૧૬ વિમાનને ખદેડી મુકવા માટે મિગ-૨૧ બાયસન વિમાનનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો હતો. એરચીફે પ્રશ્નોના જવાબમાં કહ્યું હતું કે, પાકિસ્તાન હજુ પણ બાલાકોટમાં આતંકવાદી અડ્ડાઓને ટાર્ગેટ બનાવવાના અહેવાલને રદિયો આપે છે ત્યારે અમે કહી રહ્યા છીએ કે, તમામ બોંબ યોગ્ય અડ્ડા ઉપર ઝીંકવામાં આવ્યા હતા. ટાર્ગેટ હિટ કરવા માટે પ્લાન બનાવવામાં આવ્યા હતા અને પ્લાન મુજબ જ બોંબ ટાર્ગેટ ઉપર પડ્યા છે.
હવાઈ હુમલામાં આતંકવાદીઓના મોતના સંદર્ભમાં પ્રશ્નોના જવાબમાં હવાઈ દળના વડાએ કહ્યું હતું કે, અમે ટાર્ગેટને હિટ કરીએ છીએ. માનવ મૃતકોની ગણતરી કરતા નથી. ટાર્ગેટ યોગ્ય જગ્યાએ હિટ થયા છે કે કેમ તે બાબત જોવાની જવાબદારી જ અમારી રહે છે. એરફોર્સના વડાએ એમ પણ કહ્યું હતું કે, ટાર્ગેટના સંદર્ભમાં વિદેશ સચિવે પોતાના નિવેદનમાં પહેલાથી જ સ્પષ્ટતા કરી દીધી હતી. અમે ટાર્ગેટને હિટ કરી ચુક્યા છે. અમે વન્ય વિસ્તારમાં હુમલા કર્યા હોત તો પાકિસ્તાનને જવાબ આપવાની કોઇ જરૂર ન હતી. મિગ-૨૧ બાયસનના ઉપયોગના સંદર્ભમાં હવાઈ દળના વડાએ કહ્યું હતું કે, અમે આ વિમાનનો ઉપયોગ કેમ ન કરીએ તેવો ચાલી રહેલા ઓપરેશનના સંદર્ભમાં કોઇ ટિપ્પણી કરી શકતા નથી. ઓપરેશન હજુ જારી છે. મિગ-૨૧ બાયસન અપગ્રેડેડ વિમાન છે. અમે અમારી પાસે તમામ ઉપલબ્ધ વિમાનોનો ઉપયોગ કરીશું.
મિગ-૨૧ બાયસન સારા વિમાન પૈકી છે. તેને અપગ્રેડ કરવામાં આવ્યું છે. આ વિમાન વધારે સારા રડાર, એર ટુ એર મિસાઇલ અને શાનદાર વેપન સિસ્ટમથી સજ્જ છે. તેને અપગ્રેડ કરીને ૩.૫ જનરેશનના બનાવી દેવામાં સફળતા મળી છે. અમે અમારી પાસે રહેલા તમામ વિમાનોનો ઉપયોગ કરીશું. પ્લાન ઓપરેશનમાં અમે યોજના બનાવીએ છીએ. કઈ રીતે કરવામાં આવશે. દુશ્મનની કાર્યવાહીના જવાબમાં એ વખતે જે પણ વિમાન ઉપલબ્ધ હોય છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. બાલાકોટમાં ત્રાસવાદી સંગઠન જૈશના અડ્ડા ઉપર હાલમાં જ જોરદાર કાર્યવાહી કરવામાં આવી હતી. હચમચી ઉઠેલા પાકિસ્તાને છેલ્લા સપ્તાહમાં ભારતીય લશ્કરી સ્થળો ઉપર હુમલાના પ્રયાસ કર્યા હતા. આ ગાળા દરમિયાન ભારતીય યુદ્ધ વિમાનોએ પાકિસ્તાનના એફ-૧૬ વિમાનોને ખદેડી મુક્યા હતા. એક એફ-૧૬ વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું. આ વિમાનનો કાટમાળ પાકિસ્તાનમાં પડ્યો હતો. આ ગાળા દરમિયાન એક ભારતીય મિગ પણ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જેના લીધે પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદન પેરાશૂટથી પોકમાં પહોંચી ગયા હતા. જો કે, ભારતના દબાણથી પાકિસ્તાનને અભિનંદનને છોડવાની ફરજ પડી હતી.

Related posts

सोपोर में पुलिस टीम पर हमला करने वाले २ आतंकी ढेर

aapnugujarat

લિવ ઈનમાં રહેતા કપલને જો બાળક થાય તો તે બાળકને પૈતૃક સંપતિમાં હક મળશે : SC

aapnugujarat

GST फ्रॉड को लेकर बड़ी कार्रवाई

editor

Leave a Comment

UA-96247877-1