Aapnu Gujarat
રાષ્ટ્રીય

એનઆઈએ દ્વારા અલગતાવાદીઓની આકરી પૂછપરછ કરાઈ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ફન્ડીંગ અને ભાંગફોડી પ્રવૃત્તિઓ માટે નાણાં ઉપલબ્ધ કરાવવા બદલ એક કેસના સંબંધમાં ત્રણ હુર્રિયત નેતાઓની આજે પણ આકરી પૂછપરછ કરવામાં આવી હતી. આજે સવારે ફરી ત્રણેય નેતાઓ એનઆઈએની ઓફિસમાં પહોંચ્યા બાદ તેમને વેધક પ્રશ્નો કરવામાં આવ્યા હતા. હજુ તેમની પુછપરછ આગળ જારી રહે તેવી શક્યતા છે. સતત તેમની પુછપરછ ચાલી રહી છે. હજુ પણ તેમની પુછપરછમાં વેધક પ્રશ્નો કરવામાં આવે તેવી શક્યતા છે. નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી સમક્ષ આ ત્રણેય અલગતાવાદી લીડરો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ મુજબ ફારુક અહેમદ દાર ઉર્ફે બીટ્ટા, નઈમખાન અને જાવેદ અહેમદ ઉર્ફે ગાઝીની પૂછપરછ કરવામાં આવી હતી. એનઆઈએના અધિકારીઓ દ્વારા આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. દાર અને ખાનને ચોક્કસ બેંક અને પ્રોપર્ટી દસ્તાવેજો સાથે લાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું. અન્ય પેપરો પણ એનઆઈએ સમક્ષ રજુ કરાયા હતા. એનઆઈએની ટીમ દ્વારા આ મહિનાની શરૂઆતમાં અગાઉ સતત ચાર દિવસ સુધી તેમની પૂછપરછ કરવામાં આવી ચુકી છે. મુંબઈ હુમલાના અનુસંધાનમાં રચવામાં આવેલી કેન્દ્રિય તપાસ ટીમ બાદ આ પૂછપરછ થઈ છે. આતંકવાદીઓને નાણાં ઉપલબ્ધ કરાવવાનો મામલો હાલમાં જ સપાટીએ આવ્યો છે. ગિલાનીના નેતૃત્વમાં હુર્રિયતમાંથી ખાનને સસ્પેન્ડ કરવામાં આવી ચુક્યા છે. બીજી બાજુ એવા અહેવાલ મળ્યા છે કે, પુછપરછ દરમિયાન અલગાતવાદી નેતાઓએ ફન્ડિંગ અંગે કેટલીક કબૂલાત કરી લીધી છે. ત્રાસવાદીઓ માટે નાણા મળી રહ્યા હોવાની પરોક્ષરીતે કબૂલાત કરી લેવામાં આવી છે. ગયા મહિનામાં જ એનઆઈએની ટીમ દ્વારા સતત ચાર દિવસ સુધી રાષ્ટ્રીય પાટનગરમાં તેમની પુછપરછ કરી હતી તે ગાળા દરમિયાન ફન્ડિંગ વાત પરોક્ષરીતે કબૂલી હતી.

Related posts

૮૦૦ કાશ્મીરી યુવકો સેનાની પરીક્ષામાં બેઠાં

aapnugujarat

ભારત-દક્ષિણ કોરિયા વચ્ચે ૧૧ સમજૂતિ ઉપર હસ્તાક્ષર

aapnugujarat

Central govt launches Swachh Survekshan Grameen 2019

aapnugujarat

Leave a Comment

UA-96247877-1