બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં ફોજદારી કાવતરાના આરોપોનો સામનો કરનાર કેન્દ્રીય જળ સંસાધન પ્રધાન ઉમા ભારતીએ આજે કહ્યું હતુ ંકે, કોઇપણ કાવતરું નથી. બાબરી ધ્વંસ તરફ દોરી જનાર એક ખુલ્લી ચળવળ હતી. કોઇપણ પ્રકારના કાવતરા ન હતા. ઉમા ભારતીએ કહ્યું હતું કે, છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે તેઓ અયોધ્યામાં હાજર હતા તેમાં કોઇ રહસ્ય નથી. ભાજપના કરોડો કાર્યકરો, લાખો અધિકારીઓ, હજારો રાજકીય નેતાઓ સામેલ થયા હતા. ઉમા ભારતીએ કહ્યું હતું કે, ઇમરજન્સીની સામે જે રીતે ખુલ્લી ચળવળ ચલાવવામાં આવી હતી તેવી જ રીતે આ ચળવળ ચલાવવામાં આવી હતી. આમા કોઇપણ કાવતરું તેઓ જોતા નથી. ભારતીએ કહ્યું હતું કે, તેઓ ખાસ સીબીઆઈ તપાસ અદાલત સમક્ષ સમ્માનના ભાગરુપે ઉપસ્થિત થયા છે. કોર્ટ પ્રત્યે સમ્માન દર્શાવવામાં આવ્યું છે. ઉમાએ કહ્યું હતું કે, તમામ બાબતો બિલકુલ સ્પષ્ટ છે. ઉમા ભારતીએ આજે આ મુજબની પ્રતિક્રિયા આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સીબીઆઈ કોર્ટે આજે બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં ભાજપના વરિષ્ઠ નેતા એલકે અડવાણી, મુરલી મનોહર જોશી સામે આરોપો ઘડ્યા હતા.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ