Aapnu Gujarat
મનોરંજન

રિચા ચડ્ડા કેબરે ફિલ્મમાં ભૂમિકાને લઇ આશાવાદી

બોલિવુડની ઉભરતી સ્ટાર અભિનેત્રી રિચા ચડ્ડા પુજા ભટ્ટની ફિલ્મને લઇને આશાવાદી બનેલી છે. કેબરે નામની ફિલ્મમાં પોતાની ભૂમિકાને ન્યાય આપવા માટે તે તમામ પ્રયાસ કરી રહી છે. જો કે ફિલ્મનુ શુટિંગ વારંવાર રોકવામાં આવી રહ્યુ છે જેના કારણે ચાહકોમાં પણ ચર્ચા છે. પટકથા પણ કેટલીક વખત બદલી દેવામાં આવી છે. વર્ષોથી આ ફિલ્મ બની રહી છે. પુજા ભટ્ટની જે ફિલ્મની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ફિલ્મ કેબરેનુ શુટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મનુ શુટિંગ શરૂ થયા બાદથી ફિલ્મને લઇને સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ભારે ચર્ચા છે. ડાન્સ પર આધારિત આ ફિલ્મ રહેલી છે. ફિલ્મ ૧૭મી જુનના દિવસે રજૂ કરવામાં આવનાર છે. રિચાને પ્રથમ વખત આટલી મોટી પડકારરૂપ ભૂમિકા મળી ગઇ છે. તે ડાન્સમાં કુશળતા હાંસલ કરવાના પ્રયાસ કરી રહી છે. કેટલાક જાણકાર લોકોનુ કહેવુ છે કે વિતેલા વર્ષોની સ્ટાર કેબરે ડાન્સર હેલનની લાઇફ પર આ ફિલ્મ આધારિત છે. જો કે આ સંબંધમાં પુજા ભટ્ટ અને રિચા ચડ્ડા દ્વારા કોઇ પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પુજા ભટ્ટે એમ પણ કહ્યુ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી તે યોગ્ય અભિનેત્રીની શોધ આ ફિલ્મ માટે કરી રહી હતી. પરંતુ યોગ્ય અભિનેત્રી મળી રહી ન હતી. હવે તેને યોગ્ય અભિનેત્રી મળી છે.  રિચા ખુબ કુશળ અભિનેત્રી હોવાનો દાવો પુજા ભટ્ટ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ખુબ ઓછા લોકોને આ અંગે માહિતી છે કે વિતેલા વર્ષોમાં કેબરેને ભારે બોલબાલા હતી. વિતેલા વર્ષોમાં કોઇ પણ ફિલ્મ કેબરે વગર તૈયાર કરવામાં આવતી ન હતી. પરંતુ હવે તેનો ક્રેઝ દેખાતો નથી. તેની જગ્યા હવે આઇટમ સોંગની બોલબાલા જોવા મળી રહી છે.

Related posts

ફિલ્મી સ્ક્રીન પર સંજય દત્તની કેરિયરને દર્શાવાશે : રણબીર

aapnugujarat

શિલ્પા શેટ્ટીએ શેર કર્યાં માતા બનવાના અનુભવ, જાણો કોણે શેર કર્યા અને કેવા છે માતા બનવાના અનુભવ

editor

मैं हर रोज गोमूत्र का सेवन करता हूं : अक्षय

editor

Leave a Comment

UA-96247877-1