Aapnu Gujarat
ગુજરાત

સુરત એસઓજીને મળી મોટી સફળતા, રૂ.૧૦૦ની નકલી નોટો સાથે એક વ્યક્તિ ઝડપાયો

સુરતનો જેમ જેમ વિકાસ થયો તેમ સાતે સાથે ગુનાખોરીનું પ્રમાણ પણ વધતુ ગયું. સુરતમાં લૂંટ, હત્યાના તો અનેક કિસ્સા સામે આવ્યા છે, સાથે બેનામી સંપત્તિ અને અન્ય ગુનાખોરીની ઘટનાઓ પણ વારંવાર સામે આવતી જોવા મળે છે, ત્યારે આજે સુરતમાં એક વ્યક્તિ ઝડપાયો, જેની પાસેથી ૧૦૦ રૂપિયાના દરની નકલી નોટો ઝડપાઈ છે.પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જિલ્લા એસઓજીને એક મોટી સફળતા મળી છે. ભારતીય ચલણની નકલી નોટો સાથે એક વ્યક્તિ ઝડપાયો છે. આ વ્યક્તિ પાસેથી રૂ. ૧૦૦ના દરની ૫૧૫ જેટલી નકલી નોટ ઝડપાઈ છે. હાલમાં તેની અટકાયત કરી લેવામાં આવી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બાતમીના આધારે સુરતના કડોદરા ઓવરબ્રિજ પાસે વોચ રાખવામાં આવી હતી, ત્યારે એક વ્યક્તિ શંકાસ્પદ જણાતા તેની તપાસ હાથ ધરવામાં આવી, જેની પાસેથી રૂ. ૧૦૦ના દરની ૫૧૫ ભારતીય ચલણી નોટો મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.હાલમાં પોલીસે આરોપીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે, પ્રાથમિક પુછપરછમાં આરોપીનું નામ રાકેશ શંકરલાલ શાહ હોવાનું સામે આવ્યું છે, જે મહુવાના કરચેલીયાનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.પોલીસ હવે એ જાણવાની કોશિસ કરી રહી છે કે, તેની પાસે રૂપિયા ૧૦૦ના દરની નકલી ચલણી નોટો ક્યાંથી આવી, શું તે છાપે છે કે, કોઈ અન્ય આ ષડયંત્રમાં સામેલ છે, તે મુદ્દે પુછપરછ હાથ ધરવામાં આવી છે. હવે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે કે, આખુ ષડયંત્ર શું છે.ઉલ્લેખનીય છે કે, નોટબંધી બાદ રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ના દરની જુની નોટો તો ઘણી વખત ઝડપી પાડવાના સમાચાર સામે આવ્યા છે, પરંતુ આ વખતે રૂ. ૧૦૦ના દરની નકલી નોટો સાથે વ્યક્તિ ઝડપાતા, એસઓજીની ટીમ એલર્ટ થઈ ગંભીર રીતે પુછતાછ શરૂ કરી તેના મૂળ સુધી પહોંચવાની કોશિસ હાથ ધરી છે.

Related posts

અનામત સિવાય પણ વ્યકિત જીવનમાં આગળ વધી શકે છે : સામ પિત્રોડા

aapnugujarat

કપાસના વાવેતરમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવા મળ્યો

aapnugujarat

भूज-मांडवी हाइवे पर ट्रक ने एक्टिवा को टक्कर मारने पर मां-पुत्र की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1