શ્રુતી હસન હવે પોતાના પિતા અને મહાન અભિનેતા કમલ હાસનની સાથે એક ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મ નવેમ્બર ૨૦૧૭માં રજૂ કરવામાં આવનાર છે. શાબાશ નાયડુ નામની આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિળ અને તેલુગુ ભાષામાં પણ એકસાથે બની રહી છે.
ખુબસુરત શ્રુતિ હવે એકલા હાથે પોતાની ફિલ્મો હિટ કરવાની ઇચ્છા ધરાવે છે. આ જ કારણસર તે વધારે મહેનત કરી રહી છે, તેની પાસે અનેક નવી નવી ફિલ્મોનીન ઓફર સતત આવી રહી છે. તે હાલની સૌથી વ્યસ્ત અભિનેત્રી બની ગઇ છે. તેની પાસે હિન્દી કરતા તેલુગુ ફિલ્મો હાથમાં વધારે આવી રહી છે. માત્ર હિન્દી ફિલ્મોમાં જ નહી બલ્કે સાઉથમાં પણ સૌથી લોકપ્રિય બનીને ઉભરી રહી છે. હાલમાં એક સાથે ત્રણ તેલુગુ ફિલ્મોમાં તે કામ કરી રહી છે. ફેશન બ્રાન્ડ અમેરિકન શ્વાને થોડાક મહિના પહેલા જ તેના ડિઝીટલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બોલિવૂડની અભિનેત્રી અને મહાન અભિનેતા કમલ હસનની પુત્રી શ્રુતી હસન ઉપર પસંદગી ઉતારી હતી. શ્રુતિ પાસે હાલ બિલકુલ સમય નહીં હોવાની માહિતી મળી છે. દક્ષિણ ભારતની સાથે સાથે હિન્દી ફિલ્મોમાં પણ તેની બોલબાલા દેખાઈ રહી છે. નવી અભિનેત્રીઓમાં શ્રુતિ પણ કુશળ અભિનેત્રી તરીકે ઊભરી રહી છે. શ્રુતિનું કહેવું છે કે તે પોતાના પિતાની ફિલ્મમાં કામ કરી રહી છે જેથી તે હવે ભારે ખુશ છે. તેમની પાસેથી અનેક બાબતો જાણવા મળી રહી છે. શ્રુતિ હસને ભારતીય અભિનેત્રી તરીકે અને સંગીત કમ્પોઝર તરીકે સફળતા મેળવી છે.
કમલ હસન અને સારિકાની પુત્રી શ્રુતિ હસન બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં પ્રવેશી ગઈ હતી. શ્રુતિ પાસે મોટા બેનરની ફિલ્મોની ઓફર સાઉથમાં સતત આવી રહી છે. શ્રુતિ સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી એક તરીકે રહી છે.
આગળની પોસ્ટ