Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કુલભુષણ કેસ : ઈન્ટરનેશનલ કોર્ટમાં ભારતની જોરદાર રજુઆત

આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં કુલભુષણ જાધવના મામલામાં સુનાવણીમાં ભારતે આજે વિયેના સમજૂતિથી પાકિસ્તાનને ઘેરવાના પ્રયાસ કર્યા હતા. ભારત તરફથી દિપક મિત્તલ અને સિનિયર વકીલ હરીષ સાલ્વે દ્વારા રજુઆત કરવામાં આવી હતી. બીજી બાજુ પાકિસ્તાનની ખોટી બાબતોનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. હરિષ સાલ્વેએ કહ્યું હતું કે પાકિસ્તાને વિયેના સંધિનો ખુલ્લ ભંગ કર્યો છે. ૧૩ વખત અપીલ કરવામાં આવી હોવા છતાં કુલભુષણ જાધવને કાઉન્સિલરની મદદ આપવામાં આવી ન હતી. બંને દ્વારા કુલભુષણ જાધવને નિર્દોષ ગણાવવામાં આવ્યો હતો. પાકિસ્તાન કુલભુષણને ફગાવીને ખોટા પ્રચાર કરે છે. હરિષ સાલ્વેએ તર્કદાર દલીલો કરીને પાકિસ્તાનની મુશ્કેલી વધારી દીધી હતી. સાલ્વે દ્વારા વિયેના સંધિની જુદી જુદી કલમોનો ઉલ્લેખ કરાય હતો અને કહ્યું હતું કે પડોશી દેશ દ્વારા તેમના દેશના નાગરિકોને કઈ રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. મિત્તલે કહ્યું હતું કે આઈસીજેના અગાઉના ચુકાદાથી સવાસો કરોડ ભારતીયોમાં નવી આશા જાગી છે. પાકિસ્તાને એક નિર્દોષ ભારતીય અધિકારોનો ભંગ કર્યો છે. આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશને પણ યોગ્ય રીતે પાળ્યા નથી. મિત્તલ બાદ હરીષ સાલ્વે દ્વારા રજુઆત કરવામાં આવી હતી. પાકિસ્તાન તરફથી આવતીકાલે રજુઆત કરવામાં આવનાર છે. પાકિસ્તાની સેનાની કોર્ટે એપ્રિલ ૨૦૧૭માં જાસુસી અને આતંકવાદના આરોપો ઉપર ભારતીય નાગરિક જાધવને મૃત્યુદંડની સજા ફટકારી હતી. ૪૮ વર્ષીય જાધવને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવ્યા બાદ ભારતીય સરકારે આની સામે રજૂઆત કરી દીધી છે. ભારત સરકારે પાકિસ્તાનની કોર્ટે મૃત્યુદંડની સજા ફટકાર્યા બાદ ૨૦૧૭માં મે મહિનામાં આઈસીજેમાં રજૂઆત કરી હતી. આઈસીજેની ૧૦ સભ્યોની બેંચે ૧૮મી મે ૨૦૧૭માં પાકિસ્તાનને આ મામલામાં ન્યાયિક નિર્ણય આવે ત્યાં સુધી જાધવને ફાંસી ન આપવા માટે કહ્યું હતું. આઈસીજે દ્વારા સુનાવણી બાદ ૨૧મી ફેબ્રુઆરી સુધી સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. જાહેરમાં સુનાવણી થનાર છે. ઇસ્લામાબાદ ૨૧મી ફેબ્રુઆરીના દિવસે પોતાની અંતિમ દલીલો રજૂ કરશે. આઈસીજેનો ચુકાદો આજ વર્ષે આવી શકે છે.

Related posts

Uttarakhand rains : Cloud burst in Uttarkashi, 17 died

aapnugujarat

નાસાએ કલ્પના ચાવલાના નામે સિગ્નસ અવકાશયાનને અંતરિક્ષમાં રવાના કર્યું

editor

છત્તીસગઢમાં જવાનો પર થયેલા હુમલાને ફ્રાન્સે વખોડ્યો

editor

Leave a Comment

UA-96247877-1