Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કટ્ટરપંથીઓ સરકારના પૈસા પર એશ કરતા હતા : રિપોર્ટ

પુલવામા વિસ્તારમાં કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલા બાદથી કેન્દ્ર સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવી ચુક્યા છે. આના ભાગરૂપે કેન્દ્ર સરકારે એકપછી એક અનેક પગલા લીધા છે. જમ્મુ કાશ્મીર વહીવટીતંત્ર દ્વારા ગઇકાલે રવિવારના દિવસે છ કટ્ટરપંથીઓને આપવામાં આવેલી સુરક્ષા અને ગાડીઓ પરત લઇ લેવામાં આવી હતી. આ તમામ કટ્ટરપંથી લીડજરો સરકારના કરોડો રૂપિયાના ખર્ચ પર એશ કરી રહ્યા હતા. હવે તેમની સરક્ષા પરત લેવામાં આવી છે. આ એ અલગતાવાદીઓ છે જેમને વિદેશમાંથી પણ સહાય મળતી હોવાના હેવાલ આવતા રહ્યા છે. પાકિસ્તાને આ કટ્ટરપંથીઓને વધારે મહત્વ આપ્ય છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે ૧૯૯૦ અને વર્ષ ૨૦૦૨માં મોટા કટ્ટરપંથી નેતા મીરવાઇઝ ફારૂક ગની લોન પર હુમલો કરવામાં આવ્યા બાદ સરકારે અલગતાવાદીઓને સુરક્ષા આપવાની શરૂઆત કરી હતી. સરકાર અલગતાવાદીઓ પર વર્ષમાં આશરે ૧૪ કરોડ રૂપિયા ખર્ચ કરે છે. જે પૈકી ૧૧ કરોડ રૂપિયા સુરક્ષા પર, બે કરોડ રૂપિયા વિદેશી પ્રવાસ પર તેમજ ૫૦ લાખ રૂપિયા ગાડીઓ પર ખર્ચ કરવામાં આવતા હતા. આશરે ૬૦૦ જવાનો સુરક્ષા પર તૈનાત રહેતા હતા. વર્ષ ૨૦૧૮માં જમ્મ કાશ્મીર સરકાર દ્વારા રજૂ કરવામા ંઆવેલા આંકડા મુજબ ૨૦૦૮થી લઇને ૨૦૧૭ સુધી અલગતાવાદીઓને સુરક્ષા ઉપલબ્ધ કરાવવાના નામ પર ૧૦.૮૮ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવતા હતા. પુલવામા હુમલો કરવામાં આવ્યા બાદ એક પછી એક હુમલા કરવામાં આવ્યા હતા. કટ્ટરપંથીઓને હવે કોઇ પ્રકારની સુરક્ષા આપવામાં આવનાર નથી.અત્રે નોંધનીય છે કે હિઝબુલ મુઝાહીદ્દીનના આતંકવાદીઓએ ઉંમરના પિતા મિરવાઈઝ ફારુકની ૧૯૯૦માં હત્યા કરી હતી. ૨૦૦૨માં પણ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. છ અલગતાવાદી લીડરોની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. જોકે આકસ્મિકરીતે કાશ્મીરમાં અન્ય બે નેતાઓ તહેરિકે હુર્રિયતના સૈયદ અલીશાહ ગિલાની અને જમ્મુ કાશ્મીર લિબ્રેશન ફ્રન્ટના યાસીન મલિક આ યાદીમાં નથી. કારણ કે, મલિક પાસે સરકારી સુવિધા નથી અને કોઇ સુરક્ષા છત્ર પણ નથી. ગિલાની નજરકેદ હેઠળ છે. જારી કરવામાં આદેશ મુજબ અલગતાવાદીઓને આપવામાં આવેલા તમામ વાહનો પણ પરત લઇ લેવામાં આવ્યા છે. કોઇપણ સુરક્ષા હવે તેમને મળશે નહીં. કોઇપણ બહાનાસર તેમને વાહનો અપાશે નહીં. તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા આપવામાં આવેલી કોઇપણ પ્રકારની સુવિધા પરત ખેંચવામાં આવી રહી છે. ગુરુવારના દિવસે ભીષણ હુમલામાં ૪૦ સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. જૈશે મોહમ્મદ દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી હતી. જમ્મુથી શ્રીનગર તરફ સીઆરપીએફનો કાફલો જઇ રહ્યો હતો ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. હુર્રિયતના પ્રવક્તાએ કહ્યું છે કે, આ પ્રકારની ઘટનાઓ ઉશ્કેરણીજનક છે. હુર્રિયતના નેતાઓ હજુ પણ ઉશ્કેરણીજનક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સુરક્ષા દૂર કરવામાં આવ્યા બાદ અલગતાવાદી લીડર અબ્દુલ ગની બટ્ટે કહ્યું હતું કે, તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સુરક્ષાની કોઇ જરૂર નથી. તેમની સુરક્ષા કાશ્મીરી લોકો છે. ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધના સંકેતોની પણ તેઓએ વાત કરી હતી. બીજી બાજુ જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રએ કહ્યું છે કે, કટ્ટરપંથીઓની સુરક્ષા પરત ખેંચવામાં આવી છે.

Related posts

ડેરાની તપાસ દરમિયાન પોલીસે ૨ લેપટોપ જપ્ત કર્યાં : એક હનીપ્રીતનું હોવાની આશંકા

aapnugujarat

બિહારમાં વીજળી પડતાં ચારનાં મોત

aapnugujarat

કપિલ સિબ્બલનો ડબલ ચહેરોઃ અનિલ અંબાણીનો વિરોધ અને કોર્ટમાં કેસ પણ લડે છે..!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1