Aapnu Gujarat
મનોરંજન

૨૪ વર્ષ પછી જોવા મળશે જિતેન્દ્ર-જયાપ્રદાની જોડી

બોલિવૂડમાં અનેક જોડીઓ વચ્ચે એવી સરસ કેમિસ્ટ્રી છે જેને કારણે એનો સમાવેશ બોલિવૂડની સુપરહિટ જોડીઓમાં કરવો જ પડે. આ જોડીમાં જિતેન્દ્ર અને જયાપ્રદાનો પણ સમાવેશ થાય છે.
આ બંનેએ લગભગ ૨૦ ફિલ્મોમાં કામ કર્યું છે જેમાંથી મોટાભાગની ફિલ્મો સુપરહિટ સાબિત થઈ છે. આ બંને છેલ્લા ૨૪ વર્ષમાં સાથે જોવા નથી મળ્યા પણ હવે તેઓ ટૂંક સમયમાં સાથે કામ કરે એવા સંજોગો ઉભા થયા છે. મળતી માહિતી પ્રમાણે ઇન્ડિયન સિનેમાન જમ્પિંગ જેક જિતેન્દ્ર અને કલાસિકલ ડાન્સ તેમજ એક્ટ્રેસ જયા પ્રદા હવે ટીવીના પડદે એક ડાન્સિંગ રિયાલિટી શોને જજ કરવાના છે.
આ રિયાલિટી શોમાં માત્ર ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકાના હિટ ડાન્સ પર પરફોર્મ કરવામાં આવશે.
આ શો સાથે જોડાયા પછી એક્ટ્રેસ જયાપ્રદાએ પોતાની ખુશી વ્યક્ત કરી છે. પોતાના સમયના શ્રેષ્ઠ ડાન્સર તેમજ સીનિયર એક્ટર જિતેન્દ્ર પણ આ શોનો હિસ્સો બનીને બહુ ખુશ છે.
નોંધનીય છે કે જયા પ્રદાને સાઉથની ફિલ્મો માટે ત્રણ ફિલ્મફેર અવોર્ડ મળી ચૂક્યા છે. તેમણે અનેક તેલુગુ, તામિલ, હિન્દી, કન્નડ, મલયાલમ, બંગાળી અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જિતેન્દ્રની વાત કરીએ તો તેઓ બાલાજી ટેલિફિલ્મ્સ, બાલાજી મોશન પિક્ચર્સ તેમજ એએલટી એન્ટરટેઇનમેન્ટના અધ્યક્ષ છે. આમ, તેઓ અભિનેતા તેમજ ટીવી અને ફિલ્મ નિર્માતા છે.

Related posts

ડેઝી શાહની ‘રામરતન’ ફિલ્મનું શુટિંગ શરૂ

aapnugujarat

अभिनय की दुनिया में टीवी मेरी नींव रहा है : कश्मीरा ईरानी

aapnugujarat

बार-बार निभा सकता हूं पुलिस का किरदार : अनिल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1