તમે પણ વાંચીને કહી ઉઠશો કે ગજબ થઈ ગયો! કેલિફોર્નિયામાં એક મહિલાએ રેલવે સ્ટેશન સાથે લગ્ન કર્યા છે.કોઈને શહેર કે જગ્યા સાથે ખાસ સંબધ બંધાઈ જાય એ વાત તો સાચી પણ કોઈ વ્યક્તિ એની સાથે વિવાહ કરી લે તે કેવું અજગુતુ કહેવાય!કેરોલ નામની આ મહિલાને કેલિફોર્નિયા સ્થિત સેંટા ફે રેલવે સ્ટેશન સાથે ખુબ જ પ્રેમ છે. ૪૫ વર્ષિય કેરોલ છેલ્લા ૩૬ વર્ષથી આ પ્રેમમાં ડૂબેલી છે. એટલું જ નહીં કેરોલનું એવું પણ કહેવું છે કે મનમાં સ્ટેશન સાથે સેક્સ કરવાની કલ્પના પણ કરે છે. કરોલ કહે છે કે તે સેંટા ફે રેલવે સ્ટેશન સાથે ‘માનસિક સેક્સ’ કરે છે. કેરોલનો દાવો છે કે તે માત્ર ૯ વર્ષની હતી, ત્યારથી તે સ્ટેશનને પ્રેમ કરે છે.કેરોલ દરરોજ આ સ્ટેશનને મળવા માટે આવે છે. તે પ્રેમથી સ્ટેશનને દૈદ્રા કહીને બોલાવે છે. તેનું કહેવું છે કે તે સ્ટેશનના બિલ્ડિંગ સાથે માનસિક રીતે સેક્સ કરે છે. કેરોલનું એવું પણ કહેવું છે કે તેણે સેંટા ફે સ્ટેશન સાથે લગ્ન કરી લીધા છે અને તે જ કારણે ‘પતિ’નું નામ જોડીને તેણે હવે પોતાનું નામ કેરોલ સેંટા ફે રાખી લીધું છે.
આગળની પોસ્ટ