ભારતના પશ્ચિમ બંગાળમાં નદી નીચે મેટ્રો ટ્રેન દોડશે. તેનું કામ પૂર્ણ થવાના આરે છે. પશ્વિમ બંગાળમાં હુગલી નદીની નીચે ટનલનું કામ પૂર્ણ થશે. આ ટનલ ટ્રેન દ્વારા હાવડા અને કોલકાતા વચ્ચે મેટ્રો કનેક્ટિવિટી શરૂ થશે.ભારતમાં જલદીથી નદી નીચેનો મેટ્રો ટ્રેન દોડાવવાનું કામ પૂર્ણ થવાનું છે. પશ્વિમ બંગાળમાં હુગલી નદીની નીચે ટનલનું કામ પૂર્ણ થશે. આ ટનલ ટ્રેન દ્વારા હાવડા અને કોલકાતા વચ્ચે મેટ્રો કનેક્ટિવિટી શરૂ થશે. કોલકાતામાં ૧૬.૬ કિલોમીટર લાંબા ઇસ્ટ વેસ્ટ મેટ્રો પ્રોજેક્ટ માટે નદી નીચે ટનલ બનાવવી ઘણું મહત્વનું છે. ૫૨૦ મીટર લાંબી ટનલને નદીની સપાટીથી ૩૦ મીટર નીચે બનાવવામાં આવી છે. હાવડા તથા મહાકરન મેટ્રો સ્ટેશનના યાત્રીઓ ૧ મિનિટ માટે નદી નીચેથી પસાર થશે. આ ટનલમાં મેટ્રોની સ્પીડ ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની હશે. આ રૂટ ઉપર મેટ્રો ૧૦.૬ કિલોમીટરની મુસાફરી કરશે. જેમા નદી નીચેની ૫૨૦ મીટરની મુસાફરી પણ સામેલ છે.
નદી નીચે ટનલ બનાવવામાં ૬૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે જ્યારે ઇસ્ટ વેસ્ટ મેટ્રો પ્રોજેક્ટ માટે કુલ ૯,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. રેલ્વે મંત્રાલાયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે એપ્રિલમાં આ કામ શરૂ કરવામાં આવ્યું છે. તથા ૨૦૧૯માં ઇસ્ટ વેસ્ટ મેટ્રોનું સંપૂર્ણ કામ પુરૂ થઈ જશે. ટનલમાં કટોકટીની પરિસ્થિતિ માટે એક વૈકલ્પિક રસ્તો પણ બનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છેકે હુગલી નદી બાદ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન રેલ કોરિડોર માટે સમુદ્રની નીચે ૭ કિલોમીટર લાંબી સુરંગ બનાવવાનું આયોજન છે.