Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

CBIએ ૩ વર્ષમાં ૪૧૨૩ સરકારી કર્મચારીઓ સામે ભ્રષ્ટચારના કેસ નોંધ્યા

કેન્દ્રીય રાજ્યપ્રધાન જિતેન્દ્રસિંહે સંસદમાં જણાવ્યું કે, સીબીઆઈ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ૪૧૨૩થી વધુ સરકારી કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારના કેસ નોંધ્યા છે. તેમણે ઉમેર્યું કે, સીબીઆઈના રિપોર્ટ અનુસાર ૨૦૧૬, ૨૦૧૭ અને ૨૦૧૮ દરમિયાન ૪૧૨૩ સરકારી કર્મી વિરુ્ર ૧૭૬૭ ભ્રષ્ટાચારના કેસ નોંધવામાં આવ્યા છે.
કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે આપેલી માહિતી મુજબ ૧૭૬૭ મામલા પૈકી ૯૦૦ કેસમાં આરોપ દાખલ કરી દેવાયા છે. ૫૯ કેસમાં નિયમિત ખાતાકીય કાર્યવાહીની ભલામણ કરાઈ છે અને ૮૯ કેસનો બંધ અથવા પૂરા કર્યા છે. જે ૯૦૦ કેસમાં આરોપ દાખલ કરાયા છે, એમાં ૧૯ કેસના આરોપ સાબિત થયા છે. ૯ કેસ દોષમુક્ત અને ૪ કેસની કાર્યવાહી સમાપ્ત કરાઈ છે.
તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, સરકાર ભ્રષ્ટાચાર કરનારાઓને સહેજ પણ સહન કરશે નહી અને સરકાર ભ્રષ્ટાચારને ખતમ કરવા કેટલાય પ્રકારની કાર્યવાહી કરી રહી છે.
સીબીઆઈના બે ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ટકરાવ ચાલી રહ્યો હતો. આ દરમિયાન એટલે ગત જાન્યુઆરી મહિનામાં સીબીઆઈએ ભ્રષ્ટચારના ૬૭ કેસ નોંધ્યા હતાં. એમાં પોતાના બે અધિકારી પણ સામેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સીબીઆઈના બે ઉચ્ચ અધિકારી અલોક વમાર્‌ અને રાકેશ અસ્થાના એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી ચૂક્યા છે.

Related posts

सुषमा स्वराज के निधन पर कैप्टन सरकार ने घोषित किया आधे दिन का अवकाश

aapnugujarat

સેક્સ કરતી વખતે ગૂંગળામણથી પ્રેમિકાનું મોત

aapnugujarat

દિલ્હીમાં ગંદકી મામલે સુપ્રીમે ગવર્નરની ઝાટકણી કાઢી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1