Aapnu Gujarat
ગુજરાત

ભારે હિમવર્ષા વચ્ચે જમ્મુ કાશ્મીર ઠંડુગાર

જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલમાં હિમવર્ષા જારી રહેતા જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ચારેબાજુ બરફ જોવા મળે છે. ભારે હિમવર્ષાના પરિણામ સ્વરુપે બરફની મોટી થર ચારેબાજુ જામી ગઇ છે. ગાડીઓ અને મકાનો ઉપર પણ બરફની થર જામી ગઈ છે. બરફને દૂર કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ ઉત્તર ભારત પણ કાતિલ ઠંડીના સકંજામાં છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ હિમવર્ષા થઇ છે. હવામાન વિભાગના કહેવા મુજબ શ્રીનગરમાં પારો માઇનસ ૫.૭ ડિગ્રી થયો છે જ્યારે શ્રનગરમાં હાલત કફોડી બનેલી છે. સામાન્ય કરતા પાંચ ડિગ્રી નીચે સુધી પારો પહોંચી ગયો છે. ઉત્તર કાશ્મીરના સ્કી રિસોર્ટ ગણાતા ગુલમર્ગમાં પારો માઈનસ ૧૪.૪ અને પહેલગામમાં માઈનસ ૧૨.૭ ડિગ્રી સુધી પારો પહોંચ્યો છે. કુંપવારમાં માઇનસ ૭.૪ પારો રહ્યો છે. હિમાચલ અને ઉત્તરાખંડના વિવિધ ભાગોમાં પણ આવી જ સ્થિતિ રહેલી છે. ભારે હિમવર્ષાના કારણે બરફ જામી જતાં રાજમાર્ગો ઉપર પણ હાલત કફોડી બનેલી છે. ખીણમાં રસ્તાઓ ઉપર બરફ જામી ગઈ છે. બરફને દૂર કરવાના આજે તમામ પ્રયાસો જારી રહ્યા હતા. ઉત્તર ભારતમાં લોકો ઠંડીના કારણે પરેશાન છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંંડીનુ મોજુ ફરી વળ્યુ છે. ઠંડીના કારણે લોકો એકબાજુ પરેશાન થયેલા છે. બીજી બાજુ ધુમ્મસના કારણે અનેક ભાગોમાં અકસ્માતો પણ થયા છે. ટ્રેન અને વિમાની સેવાને પ્રતિકુળ અસર થઇ છે. હવામાનમાં દેશના અનેક ભાગોમાં અસામાન્ય ફેરફારો થઇ રહ્યા છે. આ સ્થિતી અકબંધ રહી શકે છે. હવામાન વિભાગે કહ્યુ છે કે પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે મેદાની ભાગોમાં તેની અસર દેખાઇ રહી છે. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે.

Related posts

सूरत में कुछ ही समय में एक इंच से अधिक बारिश दर्ज

aapnugujarat

શહેરાના તાલુકા વિકાસ અધિકારી અને ત્રણ કર્મીઓ લાંચ લેતા ઝડપાયા

editor

ઢોર રાખવામાટે હવે લાઈસન્સ અને પરમીટ લેવી પડશે : એએમસી દ્વારા નવી પૉલિસી તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1