Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભ્રષ્ટાચારી અને સાથ આપનારને નહીં છોડાય : મોદી

કોલકાતા પોલીસ અને સીબીઆઈ વચ્ચે ચાલી રહેલી લડાઈ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એકવાર મમતા બેનર્જીના ગઢ પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. જલપાઈગુડીમાં એક રેલીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ, તૃણમુલ સહિત તમામનો સફાયો બંગાળમાં હવે નિશ્ચિત છે. મમતા બેનર્જી સરકાર ચોક્કસપણે જઈ રહી છે. ભાજપની આવનાર સમયમાં જીત થશે. તેમણે કહ્યું હતું કે, આજે પશ્ચિમ બંગાળમાં એવા મુખ્યમંત્રી છે જે ગરીબોની મહેનતના પૈસા લુંટીને ફરાર થઇ ગયેલા અને લુંટીને બેઠેલા લોકોની સાથે ઉભા છે. ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ મુખ્યમંત્રી ભ્રષ્ટાચારી લોકોની સાથે ઉભા રહીને ધરણા પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ મોદીએ ખાતરી આપતા કહ્યું હતું કે, ભ્રષ્ટાચારી અને ભ્રષ્ટાચારીઓને સાથ આપનાર કોઇને પણ છોડવામાં આવશે નહીં. લોકોના પરસેવાને લુંટી લેનારને છોડવામાં આવશે નહીં. મોદીએ કહ્યું હતું કે, બંગાળમાં મા, માટી અને માનુષના નામ ઉપર જે લોકોને સત્તા આપવામાં આવી હતી તે લોકો આજે રક્તપાત ઉપર ઉતરી આવ્યા છે. આજે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી છે પરંતુ દાદાગીરી કોઇ અન્યની ચાલી રહી છે. શાસન ટીએમસીના જગાઈ અને મધાઈ ચલાવી રહ્યા છે. ટીએમસીની સરકારની તમામ યોજનાઓના નામ પર વચેટિયાઓના અધિકારો છે. દલાલોના અધિકાર છે. મમતા બેનર્જી દિલ્હી જવા માટે પરેશાન છે. બંગાળમાં ગરીબ અને મધ્યમ વર્ગને સિન્ડિકેટના ગઠબંધનથી લૂંટવા માટે છોડી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં મોતીએ કોલકતાના પોલીસ કમિશનર રાજીવકુમારનો બચાવ કરવાને લઇને પણ મમતા બેનર્જી ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, મમતા બેનર્જી હવે ભયભીત થઇ ગયા છે. ભાજપના કાર્યકરોની વધત જતી તાકાતથી પરેશાન થયેલા છે જેથી ભાજપના લોકોની રેલીઓ અને હેલિકોપ્ટરોને રોકવામાં આવી રહ્યા છે. મમતાના ગઢમાં મોદીએ કહ્યું હતું કે, ઉત્તર બંગાળ સાથે તેમને ખાસ સંબંધો રહેલા છે. આ સંબંધો ચા સાથે જોડાયેલા છે. મમતા બેનર્જી આજ કારણસર ચા વાળાઓથી ભયભીત રહે છે. મમતા સરકાર માટીને બદનામ કરી રહી છે. માનુષને મજબૂર કરી ચુકી છે. માનુષને બંગાળથી બહાર જવાની ફરજ પડી છે. જલપાઈ ગુડીમાં મોદીએ કહ્યું હતું કે, ઉત્તર બંગાળ કેટલીક બાબતોને લઇને જાણીતું છે જેમાં ટિન્ડર, ટ્યુરિઝમ અને ટીનો સમાવેશ થાય છે પરંતુ સરકાર આની તરફ ધ્યાન આપી રહી નથી. આજે દશકો જુની માંગ ફરી પૂર્ણ થઇ છે.
કોલકાતા હાઈકોર્ટની જલપાઈગુડી ખંડપીઠનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ, તૃણમુલ અને ડાબેરીઓ દ્વારા આનીતરફ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. કોલકાતા હાઈકોર્ટે આશરે ૨૦ વર્ષ પહેલા આની માંગ કરી હતી પરંતુ આ માંગ હવે પુરી થઇ છે. ત્રિપલ તલાકના મુદ્દે પણ મોદીએ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે પોતાનો ચહેરો દર્શાવીને કહી દીધું છે કે, તેમની સરકાર બનશે તો ત્રિપલ તલાક કાનૂનને ખતમ કરવામાં આવશે

Related posts

યોગી ઇફેક્ટ : હવે પ્રોફેશનલ અપરાધીઓમાં દહેશત ફેલાઇ

aapnugujarat

અયોધ્યામાં પૂજા માટેની અરજીની સુપ્રીમમાં તાત્કાલિક સુનાવણી કરવા સ્વામી દ્વારા ઉગ્ર માંગ

aapnugujarat

મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપનું એનસીપીને સમર્થન, શિવસેનાને ઝટકો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1