Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ત્રીજા ક્વાર્ટરમાં વોડાફોન-આઈડિયાની ખોટ વધીને અધધધધ રૂ.૫૦૦૫ કરોડ થઇ

બ્રિટિશ ટેલિકોમ ઓપરેટર વોડાફોનની ભારતીય કંપની અને આદિત્ય-બિરલા દ્વારા પ્રમોટ કરાયેલી આઈડિયાનું વિલિનીકરણ થયા બાદ બનેલી વોડાફોન આઈડિયા લિમિટેડ કંપની ભારતની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર બની છે. પરંતુ, દેશમાં તીવ્ર હરીફાઈને કારણે આ કંપની હજી પણ ખોટ કરી રહી છે. ૨૦૧૮ના ડિસેંબરમાં પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટરમાં આ કંપનીએ રૂ. ૫,૦૦૫ કરોડની ખોટ કરી હોવાનું દર્શાવ્યું છે. રિલાયન્સ જિયોએ ફ્રી વોઈસ કોલ્સ અને સાવ સસ્તા ડેટા ટેરિફ્સ સાથે ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ વોડાફોન અને આઈડિયાને મર્જ થવુું પડ્યું હતું.
એક વર્ષ પહેલાંના ત્રીજા ક્વાર્ટરમાં વોડાફોન આઈડિયાએ રૂ. ૧,૨૮૪.૫ કરોડની ખોટ કરી હતી. વોડાફોન અને આઈડિયાનું મર્જર ૨૦૧૮ની ૩૧ ઓગસ્ટે પૂરું થયું હતું એટલે વર્ષાનુસાર આંકડાની સરખામણી કરી શકાય નહીં. હરીફ ભારતી એરટેલે પણ ખોટ કરી છે. ત્રીજા ક્વાર્ટરમાં એનો નફો ૭૨ ટકા ઘટી ગયો હતો. એકમાત્ર જિયોએ જ નફો કર્યો છે. ૩૧ ડિસેંબરે પૂરા થયેલા ક્વાર્ટર માટે એની ચોખ્ખી આવકમાં ૬૫ ટકા ઉછાળો નોંધાયો હતો. દેશમાં ટેલિકોમ ક્ષેત્રમાં બીજી કોઈ પણ કંપનીએ નફો કર્યો નથી.
વોડાફોન આઈડિયાની કુલ આવકનો આંકડો રૂ. ૧૧,૯૮૨.૮ કરોડ છે. જુલાઈ-સપ્ટેંબરના ક્વાર્ટરમાં આ આંક રૂ. ૭,૮૭૮.૬ કરોડ હતો. આમ, તે ૫૨ ટકાનો ઉછાળો દર્શાવે છે.
પ્રત્યેક યુઝર દીઠ વોડાફોન આઈડિયાની સરેરાશ આવક ૮૯ રૂપિયા છે. આ કંપનીનો ૪ય્ ધારક વર્ગ વધ્યો છે. નવા ૯૫ લાખ લોકો ઉમેરાયા છે અને એનો કુલ આંક વધીને થયો છે ૭ કરોડ ૫૩ લાખ.

Related posts

अयोध्या मामले में अगली सुनवाई पांच दिसम्बर को निर्धारित की

aapnugujarat

૨૭મી પહેલાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ખરીદી ટાળો

aapnugujarat

ઈ-ઓકશન મારફત અત્યારસુધી 18 લાખ ટન ઘઉંનું વેચાણ પાર પડાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1