Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જો આરએસએસ દેશનું સેક્યુલર સંગઠન તો હું બ્રિટનની મહારાણી : મહેબૂબા મુફ્તી

તાજેતરમાં જ મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવે ટિ્‌વટ કરીને રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘને દેશના સૌથી સેક્યુલર સંગઠનો પૈકીનુ એક ગણાવ્યુ છે જેના પર જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિએ કરેલો કટાક્ષ લોકોનુ ધ્યાન ખેંચી રહ્યો છે.મહેબૂબા મુફ્તિએ ટિ્‌વટ કરીને કહ્યુ છે કે જો આરએસએસ દેશનુ સૌથી સેક્યુલર સંગઠન હોય તો હું ઈંગ્લેન્ડની મહારાણી છું અને આ ટિ્‌વટ હું ચંદ્ર પર બેસીને કરી રહી છું.
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી નેતા મહેબુબા મુફ્તીએ એકવાર ફરીથી ભારતીય સેના પર પાયાવિહોણો આરોપ લગાવ્યો છે. મહેબુબાએ કહ્યું કે સેનાના લોકો કાશ્મીરી યુવકોના ગળામાં બંદૂક નાખીને ફોટો પડાવવા માટે દબાણ સર્જે છે અને આમ ન કરે તો એન્કાઉન્ટરની ધમકી આપે છે. મહેબુબા મુફ્તીએ શ્રીનગરમાં એક યુવકની મુલાકાત બાદ ભારતીય સેના પર પીટાઈ કરવાનો આરોપ લગાવ્યો.
મહેબુબાએ હિજબુલ કમાન્ડર સમીર ટાઈગરનું એન્કાઉન્ટર કરનારા ભારતીય સેનાના મેજર રોહિત શુક્લા અંગે કહ્યું કે આર્મીએ તૌસીબ(કાશ્મીરી યુવક)ને બોલાવ્યો અને પોતાના કેમ્પમાં લઈ ગઈ. મેજર શુક્લાએ બોલાવ્યો હતો… ખુબ પીટાઈ થઈ…કહ્યું કે તમે તમારા ગળામાં બંદૂક નાખી દો અમે તમારો ફોટો લેવા માંગીએ છીએ… નહીં તો એન્કાઉન્ટર કરી દઈશ.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે મહેબુબા મુફ્તીના આરોપ ખોટા છે. તેમણે કહ્યું છે કે મહેબુબા મુફ્તી અલગાવવાદની આડમાં રાજકારણ રમવાની કોશિશ કરી રહ્યાં છે.

Related posts

फरवरी में तीसरी बार बढ़े गैस सिलेंडर के दाम

editor

પૂર્વ ભારતીય કેપ્ટન અજીત વાડેકરનું નિધન

aapnugujarat

શૂઝ પહેરીને પોલીસ કર્મચારી જગન્નાથ મંદિરમાં પ્રવેશ ન કરે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1